સૌરાષ્ટ્ર યુનિ.માં નેક અંગે તૈયારીઓનો ધમધમાટ

27 January 2021 06:36 PM
Rajkot Education
  • સૌરાષ્ટ્ર યુનિ.માં નેક અંગે તૈયારીઓનો ધમધમાટ

ભવનો અને કાર્યાલયનું કલરકામ શરૂ

રાજકોટ તા. ર7 : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતીનભાઇ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણીના માર્ગદર્શન હેઠળ નેક ના સંદર્ભમાં તૈયારીઓનો ધમધમાટ શરુ થયેલ છે. આ માટે સૌ પ્રથમ સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસ સ્થિત સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને કલર કરી કાર્યની શરુઆત કરવામાં આવેલ છે.
સૌરાષ્ટ્ર યુનિ. નેક માં એ-પ્લસ ગ્રેડ મેળવવા માટે કુલપતિ-ઉપકુલપતિના માર્ગદર્શન હેઠળ સંપુર્ણ સજજ છે. નેકના સંદર્ભમાં સૌરાષ્ટ્ર યુનિ. લાઇબ્રેરી તથા સ્ટુડન્ટ સેન્ટરની કામગીરી પંદર દીવસમાં પુર્ણ કરાશે. કેમ્પસ સ્થિત તમામ ભવનો-કાર્યાલયને કલરકામ કરવાની શરુઆત કરવામાં આવી છે. આ કાર્ય ઝડપથી પુર્ણ થાય એ માટે એન્જીયરોની ટીમ સતત ખડેપગે કાર્યરત છે.


Related News

Loading...
Advertisement