વેલ્ડીંગ કરતી વખતે ડિઝલ ટાંકીનું પતરું વાગતા ટ્રક ચાલકનું મોત

27 January 2021 06:32 PM
Rajkot
  • વેલ્ડીંગ કરતી વખતે ડિઝલ ટાંકીનું પતરું વાગતા ટ્રક ચાલકનું મોત

મીરા ઈન્ડસ્ટ્રીયલ એરીયાની ઘટના: રાજસ્થાનનો યુવાન અન્ય ટ્રક ચાલકને કારખાનાનું સરનામુ બનાવવા સાથે આવ્યો ને બનાવ બન્યો

રાજકોટ તા.27
રાજસ્થાનથી ટ્રક લઈને આવેલો અને રાજકોટના મીરા ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં એક સરનામું બનાવવા ગયેલા ટ્રક ચાલક ઉમેદસિંગ રતનસિંગ રાજપૂત (ઉ.વ.40) ને વેલ્ડીંગ કરતી વેળાએ ડીઝલની ટાંકીમાં બ્લાસ્ટ થતા ટાંકીનું પતરુ ગળાના ભાગે વાગતા ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, રાજસ્થાનથી ટ્રક લઈને આવેલો ચાલક ઉમેદસિંગ ટ્રકના કાગળોને લઈને છેલ્લા વીસેક દિવસથી રાજકોટમાં રોકાયો હતો અને ટ્રાન્સપોર્ટની ઓફીસમાં રહેતો હતો. દરમ્યાન આજે અન્ય એક ટ્રક ચાલક ત્યાં આવી મીરા ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં આવેલા એક કારખાનાનું સરનામું પૂછયું હતું. આથી ત્યાં હાજર ઉમેદસીંગે તે સરનામુ જોયુ હોવાથી મદદ કરવા માટે તેની સાથે ટ્રકમાં ત્યાં જવા રવાના થયો હતો. જયાં ટ્રકમાં માલસામાન ભરવાનું કામ શરૂ હતું અને ઉમેદસીંગ, અન્ય ટ્રકચાલક તેમજ કલીનર ઓટા પર બેઠા હતા. આ તરફ નજીકમાં એક ટ્રક કે જેની ડીઝલ ટાંકીમાં તકલીફ હોવાથી તેનું વેલ્ડીંગ કરાતું હતું ત્યારે ટાંકીમાં બ્લાસ્ટ થતાં તેનું પતરુ ઉડીને ઉમેદસીંગના ગળાના ભાગે લાગતાં લોહી લુહાણ હાલતમાં ઢળી પડયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું.


Related News

Loading...
Advertisement