આબાલ વૃદ્ધનો નમકીન-તળેલું ખાવાનો શોખ બીમારી નોતરી શકે

27 January 2021 06:21 PM
Health
  • આબાલ વૃદ્ધનો નમકીન-તળેલું ખાવાનો શોખ બીમારી નોતરી શકે

નવી દિલ્હી તા.27
દેશમાં ડાયાબીટીસ સહીત અનેક બીમારીઓ પાછળ અબાલવૃદ્ધમાં ખાનપાન અને જીવનશૈલી જવાબદાર હોવાનો ખુલાસો થયો છે. દેશના 52 ટકા કિશોરો નમકીન અને અપ્સ પર જ નિર્ભર છે. 49.3 ટકા કિશોરો આખો દિવસ તળેલી વસ્તુઓથી જ પોતાનું પેટ ભરે છે. જો આ હાલ માત્ર કિશોરોમાં જ નહીં પણ બલ્કે 98 ટકા વયસ્કોના પણ છે. આ લોકો શાકભાજી અને ફળોથી દૂર રહે છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે જો આવી હાલત રહી તો આગામી 20થી30 વર્ષમાં આ લોકોને ગંભીર બીમારીનો સામનો કરવો પડશે.


Related News

Loading...
Advertisement