બ્લેક એલિયન જેવા ભયાનક દેખાવા યુવાને નાક અને હોઠ કપાવી નાખ્યા!

27 January 2021 06:19 PM
Off-beat
  • બ્લેક એલિયન જેવા ભયાનક દેખાવા યુવાને નાક અને હોઠ કપાવી નાખ્યા!

ફ્રાન્સના એન્થોનીભાઈ પર એલિયનનું ભૂત સવાર થયું! : એલિયન હજુ મળ્યો નથી, પણ માણસે તેની ખોટ પુરી કરી!

સ્કોટલેન્ડ તા.26
બીજાથી અલગ દેખાવા માટે માણસ જાત જાતના તરકટ કરતો હોય છે. ફ્રાન્સના એક વ્યક્તિ પર બ્લેક એલિયન જેવા દેખાવાનું ભૂત સવાર થયું હતું, જેના કારણે તેણે શરીરમાં ખાસ ઓપરેશન કરાવતા તે ભૂત જેવો એલિયન જેવો ભયાનક દેખાય છે. આ ઓપરેશનમાં તેણે તેના નાક અને હોઠ પણ કપાવી નાખ્યા હતા.
મૂળભૂત રૂપે ફ્રાન્સમાં રહેતા 32 વર્ષીય એન્થોની લોફ્રેડોએ નાક કાપવા માટે સ્પેન જવું પડયું હતું. કારણ કે ફ્રાન્સમાં તેને ગેરકાયદે માનવામાં આવે છે. આ સિવાય બ્લેક એલિયન જેવા દેખાવા અન્થોનીએ પોતાના શરીરમાં ચોંકાવનાર મોડીફીકેસન કરાવ્યા છે.
એન્થોની કહે છે કે તેને આમ કરવામાં કેટલીક પરેશાનઓનો પણ સામનો કરવો પડયો હતો. તેણે કહ્યું હતું કે જીભ ઉપરની તરફ જોડવાથી બોલવામાં તેને તકલીફ પડી હતી. તેણે ચહેરા સહીત આખા શરીરને ટેટ્ટુથી ચીતરી નાખ્યુ છે.
એક સવાલના જવાબમાં એન્થોનીએ જણાવ્યું હતું કે તે પોતાના શરીરને બ્લેક એલિયનનું રૂપે જોવાના સપના જોતો હતો. હાલ તે ભયાનક દેખાય છે. તે કહે છે કે મને બાળપણથી જ ડરામણા પાત્રો પ્રત્યે પ્રેમ હતો અને આ રૂપને પામીને હું બેહદ ખુશ છું.
એન્થોની દિવાનગી માત્ર અહીં સુધી નથી. બોડી ટ્રાન્સફોર્મેશન અનેક પ્રકારની અજીબો ગરીબ હરકતો કરી છે. તેમાં આંખની કીકી પર પણ ટેટુ ચિતરાવ્યા છે.


Related News

Loading...
Advertisement