કોરોનાના નવા સ્ટ્રેનને રોકવા ઝડપી વેકસીનેશન જ વિકલ્પ

27 January 2021 06:16 PM
World
  • કોરોનાના નવા સ્ટ્રેનને રોકવા ઝડપી વેકસીનેશન જ વિકલ્પ

બ્રિટન-સાઉથ આફ્રિકા-બ્રાઝીલમાં નવા અવતાર એન્ટીબોડીને જ ટાર્ગેટ કરે છે : કેનેડામાં નવા વેરીયન્ટથી 127 સંક્રમીત: 29ના મોત: વૈજ્ઞાનિકો ચોંકયા: વિશ્વમાં હજુ વેકસીનેશનનો પ્રારંભ થયો છે ત્યાં જ ઘાતક વેરીયન્ટથી ચિંતા વધી

લંડન: તા.8 જાન્યુઆરીના કેનેડાના ઓન્ટ્રારીયોમાં એક કેર-હોમ વર્કર કોરોના પોઝીટીવ જાહેર થયો અને ફકત બે સપ્તાહમાં જ આ કેર હોમ ના 129 વૃદ્ધોમાંથી 127 પણ પોઝીટીવ જાહેર થયા અને 32ના મૃત્યુ થયા હતા. આ તમામ બ્રિટનમાં કોરોનાનો જે નવો વેરીએન્ટ સર્જાયો છે જેના શિકાર બન્યા હતા જે તેના મૂળ સ્વરૂપ કરતા 40% વધુ સંક્રમણ શક્તિ અને ઘાતકતા ધરાવતો વાયરસ છે. ગત ડિસેમ્બર માસમાં જ આ બ્રિટીશ વેરીએન્ટની માહિતી મળી હતી પણ તે ઝડપથી પ્રસરી રહ્યા છે અને વિશ્ર્વના અનેક દેશોમાં તે પહોંચી ગયા છે તેથી કમ સે કમ અમેરિકી સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન ના અંદાજ મુજબ જ આ નવો વેરીએન્ટ મુખ્ય વાયરસનું કથન લઈ લેશે. ઉપરાંત દક્ષિણ આફ્રિકા અને બ્રાઝીલમાં પણ અન્ય બે વેરીઅન્ટ જોવા મળ્યા છે અને દક્ષિણ આફ્રિકાનો વેરીઅન્ટ જેઓ કોરોના સંક્રમીત થયા છે અને જેના લોહીમાં એન્ટીબોડી બની છે તેને પણ નાકામીયાબ કરતો હોવાથી હવે વેકસીનની અસર કેટલી થશે તે પણ પ્રશ્ર્ન છે.


બ્રાઝીલીયન વેરીઅન્ટ પણ જે લોકો અગાઉ જ કોરોના સંક્રમીત બન્યા છે તેને ફરી સંક્રમીત કરે છે. આ દેશમાં એક જાહેર મૌનુસમાં ગત ઓગષ્ટમાં હર્ડ-ઈમ્યુનીટી સર્જાઈ હતી ત્યાં ફરી ઈન્ફેકશન થવા લાગ્યું છે. આમ 2020ના અંતે કોરોના વાયરસના જે ત્રણ નવા વેરીએન્ટ જોવા મળ્યા તે ચિંતાની બાબત છે. વિશ્ર્વમાં પ્રથમ 10 માસ વાયરસનો એક જ પ્રકાર જોવા મળ્યો હતો અને જે કોઈ ફેરફાર થયા તે કોઈ ઘાતકતા કે સંક્રમણ વધારે તેવા ન હતા. જેના આધારે વેકસીન ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી હતી અને વિશ્ર્વમાં જે ઝડપથી વેકસીન બની તેનું એક કારણ વાયરસનો એક જ પ્રકાર હતો પણ વેકસીન આખરી તબકકામાં આવી વેકસીનેશન શરુ થયું ત્યાં જ એક બાદ એક પણ વેરીએન્ટ જોવા મળ્યા છે.


જેનાથી હવે વેકસીનની અસર અંગે પણ પ્રશ્ર્નો સર્જાયા છે. આ ત્રણેય વાયરસની વિશેષતા એ છે કે તે શરીરના એન્ટીબોડી પર જ હુમલો કરી છે. હજુ વિશ્ર્વમાં વેકસીનેશનનો પ્રારંભ છે તેથી લોકોમાં પુરતી ઈમ્યુનીટી સર્જાઈ નથી અને તેથી આ નવા વેરીએન્ટ બહું ઝડપથી પ્રસરશે.


કારણ કે વિશ્ર્વના મોટાભાગના લોકોને હજુ વેકસીન પહોંચી પણ નથી અને સમગ્ર વર્ષમાં કેટલું વેકસીનેશન થશે તે પણ પ્રશ્ર્ન છે. હવે કોરોના વાયરસ તેના ઈઝી-ટાર્ગેટ જેવા અમેરિકા, બ્રિટન, બ્રાઝીલ, સાઉથ આફ્રિકામાં પ્રસરી રહ્યા છે. ભારતમાં 150થી વધુ કેસ આ વાયરસના નોંધાયા છે. ભારતમાં ડેઈલી કેસ ઘટવા લાગ્યા છે તે સમયે વાયરસના આ નવા સ્ટ્રેન સામે વધુ સાવધાની જરૂરી છે. વાયરસ તેની કોપી કરવામાં ઝડપી હોય છે અને તેમાં તેની ક્ષમતા વધી જાય છે પણ ધીમે ધીમે વાયરસના ડીએનએ પણ બદલાયા છે. અગાઉ સાર્સ-વાયરસ જે 8 વર્ષ અગાઉ આવ્યો હતો તેની સુપાસી અને વધુ ઝડપી સંક્રમીત થતી એડીશન એ કોરોના છે જે કોવિડ તરીકે ઓળખાય છે અને કોઈપણ વાયરસ સાથે જીવતા લોકોને લાંબો સમય પછી ટેવ પડે છે. જે હાલ તેમાં ફલુ કે તેવા વાયરસ પરથી સમજી શકાય છે. પણ હાલ તો એક માત્ર ઉકેલ વેકસીનેશન ઝડપી અને તેજ છે. વાયરસ વધુ આક્રમક નહી બને તેવું માની લેવાશે. કોઈ કારણ જ નથી. યુનિ. કોલેજ ડબ્લીન નેશનલ વાયરસ રેફરન્સ લેબોરેટરીના ડો. કુલીયાન નું આ મંતવ્ય છે અને તેથી હવે આ સ્થિતિમાં વેકસીનેશન સૌથી વધુ જરૂરી બનશે અને તે પણ ઝડપથી થાય તે મહત્વની બાબત છે. ઉપરાંત ભારત જેવા દેશ જયાં કેસ ઘટયા છે. ત્યાં પણ વેકસીનેશનની સાથે જ માસ્ક- સોશ્યલ ડીસ્ટન્સ વિ.ના નિયમો જરૂરી છે. આમ વાયરસ સામે વેકસીનેશન એ હવે નવો જંગ બની રહેશે.


Related News

Loading...
Advertisement