સતત ભાવવધારો: પેટ્રોલ 24 પૈસા, ડિઝલ 3 પૈસા મોંઘુ

27 January 2021 06:15 PM
India
  • સતત ભાવવધારો: પેટ્રોલ 24 પૈસા, ડિઝલ 3 પૈસા મોંઘુ

રાજકોટમાં પેટ્રોલનો ભાવ રૂા.83ને પાર

રાજકોટ તા.27
આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે દેશની રાજધાની દિલ્હીમાં ડીઝલ 76.48 રૂા. પ્રતિ લીટર થઈ ગયું છે. પેટ્રોલ 86.30 થયું છે ત્યારે ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવમાં 24 પૈસા અને ડીઝલના ભાવમાં 3 પૈસાનો વધારો થયો છે. હાલ આ ભાવવધારા સાથે આજે પેટ્રોલ રૂા.83.38 પ્રતિ લીટર અને ડીઝલ રૂા.82.16 પ્રતિ લીટર છે.
છેલ્લા કેટલાક સમયથી ડિઝલ અને પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. માત્ર ગુજરાત જ નહી. અન્ય રાજયોમાં પણ વધારો થયો છે. ગત બે દિવસ દરમ્યાન પેટ્રોલમાં 58 પૈસા અને ડિઝલમાં 65 પૈસાનો વધારો નોંધાયો છે. ગઈકાલે ગણતંત્ર દિવસે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા હતા. આજે બુધવારે પેટ્રોલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. તા.26 જાન્યુઆરીના પેટ્રોલનો ભાવ 83.14 રૂા. પ્રતિ લીટર હતો અને ડીઝલ રૂા.81.89 પ્રતિ લીટર હતું જયારે આજે પેટ્રોલ 83.38 પ્રતિ લીટર અને ડીઝલ રૂા.82.16 પ્રતિ લીટર થઈ ગયું છે.


Related News

Loading...
Advertisement