ટેસ્ટ શ્રેણી માટે જો રુટ સહિતના ખેલાડીઓ ચેન્નાઈ પહોંચ્યા

27 January 2021 06:13 PM
Sports
  • ટેસ્ટ શ્રેણી માટે જો રુટ સહિતના ખેલાડીઓ ચેન્નાઈ પહોંચ્યા

છ દિવસ ક્વોરેન્ટાઈન રહ્યા બાદ બે ફેબ્રુઆરીથી પ્રેક્ટિસ શરૂ કરશે

ચેન્નાઈ, તા.27
કેપ્ટન જો રુટ સહિત ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ખેલાડીઓ ભારત વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચની શ્રેણીના પ્રથમ બે ટેસ્ટ રમવા માટે ચેન્નાઈ પહોંચી ગયા છે. રુટ અને તેની ટીમ શ્રીલંકાથી સવારે 10:30 વાગ્યે ભારત પહોંચી હતી અને સીધી હોટેલમાં ચાલી ગઈ હતી જ્યાં બન્ને ટીમ માટે બાયો-બબલ બનાવવામાં આવ્યું છે.


બન્ને ટીમ હોટેલ લીલા પેલેસમાં રોકાઈ છે જ્યાં બાયો-બબલ ઉભું કરાયું છે. ટીમો છ દિવસ સુધી ક્વોરેન્ટાઈનમાં રહ્યા બાદ 2 ફેબ્રુઆરીથી અભ્યાસ શરૂ કરશે. બન્ને ટીમોનો કોરોના ટેસ્ટ પણ થશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી 5 ફેબ્રુઆરીથી ચેન્નાઈમાં શરૂ થશે. પ્રારંભના બે ટેસ્ટ મેચ ચેન્નાઈમાં અને અંતિમ બે ટેસ્ટ અમદાવાદમાં રમાશે. ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ અને ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર થોડા દિવસ પહેલાં જ ભારત પહોંચી ગયા હતા.


Related News

Loading...
Advertisement