કોરોનામાંથી આ વર્ષે મુક્તિ નહીં મળે: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની આગાહી

27 January 2021 06:11 PM
Health World
  • કોરોનામાંથી આ વર્ષે મુક્તિ નહીં  મળે: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની આગાહી

વેક્સિનેશન ભલે ચાલી રહ્યું હોય પરંતુ હજુ સુધી કોરોના જ્યાંથી પ્રસરી રહ્યો છે તેના બિંદુ સુધી નથી પહોંચી શક્યા

નવીદિલ્હી, તા.27
દુનિયાના અનેક દેશોમાં કોરોના વાયરસ વિરુદ્ધ વેક્સિનેશન અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે અને તેમાં ઝડપ પણ આવી રહી છે જેથી આ બીમારીને ખતમ કરી શકાય અને લોકો પહેલાંની જેમ જીવન જીવી શકે. જો કે વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠને આ અંગે અત્યંત ડરામણી વાત કરી છે. વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનના એક વરિષ્ઠ અધિકારીએ ચેતવણી આપી છે કે મોટાપાયે વેક્સિનેશન બાદ પણ ભવિષ્યમાં કોરોના વાયરસનો નિરંતર પ્રસાર યથાવત રહેશે. તેમનું કહેવું છે કે દુનિયાને સંભવત: 2021ના અંત સુધી આ વાયરસમાંથી મુક્તિ મળવાની આશા રાખવી જોઈએ નહીં.
સંગઠનના અધિકારી ડો.માઈકલ રેયાને એક વર્ચ્યુઅલ સંબોધન કરતાં કહ્યું કે મારું મનવું છે કે દુનિયાએ આ વાયરસના ઉન્મૂલન અથવા નિરાકરણની શરૂઆતને વેક્સિનેશનની સફળતાનું માપદંડ માનવું જોઈએ નહીં. સફળતાનો માપદંડ કોરોના વાયરસને મારવા, લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા અને આર્થિક તેમજ સામાજિક જીવનને નષ્ટ કરવાની ક્ષમતાને ઓછી કરવાનો છે. ડો.રેયાને એક સવાલનો જવાબ આપતાં કહ્યું કે કોરોના વિરુદ્ધ વેક્સિનેશનથી આપણે આ વાયરસના પ્રસારને રોકવાના બિન્દુ સુધી પહોંચી શકશું નહીં. એટલા માટે તેનો પ્રસાર જારી રહેવાની સંભાવના છે. તેમણે કહ્યું કે આપણે એ બિન્દુ સુધી પહોંચવું પડશે જ્યાંથી આ વાયરસને નિયંત્રિત કરી શકાય. તાજેતરમાંજ સંગઠનના ડાયરેક્ટર ટ્રેડોસ અધાનોમે ચેતવણી આપી હતી કે જે રીતે વેક્સિન મેળવવા માટેની ઉતાવળ અને વધુ ડોઝ લેવાની હોડ જામી છે તેનાથી એવું બની શકે છે કે દુનિયાના ગરીબ દેશો સુધી વેક્સિન ઝડપથી ન પહોંચે અને જો આવું બન્યું તો મહામારીને સંપૂર્ણ રીતે ખતમ કરી શકાશે નહીં. તેમણે તમામ દેશોને અપીલ કરી છે કે 100 દિવસની અંદર દુનિયાના તમામ સ્વાસ્થ્ય કર્મીઓ અને વૃદ્ધોને વેક્સિન આપી દેવી જોઈએ.


Related News

Loading...
Advertisement