આવતા મહીને યોજાનારી પંચાયત ચૂંટણી માટે ઉમેદવારો નકકી કરવા રાજકીય પક્ષોમાં સેન્સ પ્રક્રિયાનો ધમધમાટ છે. ભાજપ દ્વારા રાજકોટ તાલુકાની 22 તથા જીલ્લા પંચાયતની છ બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નિરીક્ષકો મહેન્દ્ર પાડલીયા, અલ્પેશ ઢોલરીયા તથા સીમાબેન જોષી દ્વારા દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. કોર્પોરેશનની જેમ તાલુકા અને જીલ્લા પંચાયતમાં પણ ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોનો રાફડો ફાટયો હતો. પટેલ બોર્ડીંગ ખાતે યોજાયેલી સેન્સ પ્રક્રિયા કામગીરીમાં સમગ્ર તાલુકામાંથી ચૂંટણી લડવા માંગતા આગવાનો ઉમટયા હતા. એક બેઠકો માટે ડઝન-ડઝન દાવાઓ રજુ થયાના નિર્દેશ છે.