રાજકોટ તા. 27
યુનિવર્સિટી રોડ ગુ.હા. બોર્ડના કર્વાટરમાં રહેતો હાર્દીક ભરતભાઇ દેસાણી (ઉ.વ. રર) નામનો યુવાન પોતાના ઘરે ફીનાઇલ પી જતા સારવારમાં ખસેડાયો છે. તેમના પરીવારોના જણાવ્યા મુજબ હાર્દીકને વડગાળ હોય માટે ધુણવા લાગતા ફીનાઇલ પીધુ હતુ. પોતે હોસ્પીટલમાં પણ ધુણવા લાગ્યો હતો. અન્ય એક બનાવમાં જામનગર રોડ પર મનહરપુર-1માં રહેતો મુકેશ જયંતીભાઇ સિતાપરા (ઉ.વ. 3ર) નામનો યુવાન પોતાના ઘરે સવારના સમયે બેભાન થતા તેનું સારવારમાં મોત નીપજયુ હતુ.