કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે દાવેદારોની સેન્સ લેવાઇ

27 January 2021 06:03 PM
Rajkot
  • કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે દાવેદારોની સેન્સ લેવાઇ

જિલ્લાની 6 બેઠક માટે 16 અને તાલુકાની 22 બેઠક માટે 54 દાવેદારોએ સેન્સ આપી

રાજકોટ તા.27
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ કમર કસી છે ત્યારે કોંગે્રસ દ્વારા આજે રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ત્રંબાના હનુમાનજી મંદિર ખાતે યોજાયેલી આ પ્રક્રિયામાં જિલ્લા પંચાયતની ત્રંબા, સરધાર, બેડી, આણંદપર (નવાગામ), બેડલા અને કુવાડવાની 6 બેઠક માટે 16 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. જયારે રાજકોટ તાલુકા પંચાયતની 22 બેઠક માટે પ4 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી.
આ તકે કોંગ્રેસના પ્રભારી તરીકે જામનગરના પૂર્વ ધારાસભ્ય ભીખુભાઇ વાડોદરીયા, અર્જુનભાઇ ખાટરીયા, સુરેશભાઇ બથવાર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઇ વોરા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંજયભાઇ ખુંટ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી દાવેદારો-કાર્યકરોને સાંભળ્યા હતાં.


Related News

Loading...
Advertisement