શૈલેષ પંડયા વોર્ડ નં.14 માટે સેન્સમાં નામ નોંધાવી ચૂંટણી લડવા કટિબઘ્ધ

27 January 2021 06:00 PM
Rajkot
  • શૈલેષ પંડયા વોર્ડ નં.14 માટે સેન્સમાં નામ નોંધાવી ચૂંટણી લડવા કટિબઘ્ધ

રાજકોટ તા.27
યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટના માઘ્યમથી રાજકોટ છેલ્લા 14 વર્ષથી પ્રજ્ઞાચક્ષુ, મુકબધીર, શારીરીક ક્ષતિગ્રસ્ત તેમ મનોદીવ્યાંગોના સામાજીક, આર્થિક, સામુહિક તેમજ વ્યકિતગત વિકાસના કાર્ય સાથે સંકળાયેલા શૈલેષ જે. પંડયાએ ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી કોર્પોરેશનની ચૂંટણી અંતર્ગત લેવાયેલ સેન્સમાં વોર્ડ નં.14 માટે ઉમેદવાર બનવા માટે ઇચ્છા જણાવી છે. તેમના કહેવા મુજબ દિવ્યાંગ વ્યકિતઓ પણ સમાજનો એક હિસ્સો હોઇ સમાજ માટેની જવાબદારી સારી રીતે નિભાવી શકાય એ હેતુ માટે તેઓએ પક્ષ સમક્ષ રજુઆત કરી છે.તેમણે વધુમાં જણાવ્યું કે જો પાર્ટી દ્વારા તેમણે જવાબદારી સોંપવામાં આવશે તો વધુ સારી રીતે જાહેર જનતાની સેવા કરી શકશે. દિવ્યાંગો પણ સમાજનો એક અભિન્ન ભાગ છે ત્યારે સમાજ માટે કશુક કરવાની ખેવનાએ સતત લોકઉપયોગી સામાજીક કાર્યો કરવાની પ્રેરણા આપી છે. સામાજીક ક્ષેત્રે લોકસેવક તરીખે વધુ યોગ્ય રીતે કાર્યો કરવાની વિચારધારાથી પ્રેરાઇને તેમણે આ રજુઆત કરેલ છે. પાર્ટી દ્વારા લેવાયેલ કોઇપણ નિર્ણયને તેઓ અનુસરશે.


Related News

Loading...
Advertisement