18 ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં આઈપીએલ માટે ખેલાડીઓની હરાજી

27 January 2021 05:58 PM
Sports
  • 18 ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં
આઈપીએલ માટે ખેલાડીઓની હરાજી

ચાર ફેબ્રુઆરી સુધી ટ્રેડિંગ વિન્ડો ખુલ્લી રહેશે: સ્મિથ, મેક્સવેલ, ફિન્ચ સહિતના ખેલાડીઓ ઉપર લાગી શકે છે મોટી બોલી

નવીદિલ્હી, તા.27
આઈપીએલ-2021 માટે ખેલાડીઓની હરાજી 18 ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં થો. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સીલે આ અંગેની સત્તાવાર જાહેરાત ટવીટર હેન્ડલ ઉપર કરી છે. ચેન્નાઈ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીના પ્રથમ બે મેચની મેજબાની કરશે. બીજો ટેસ્ટ મેચ 17 ફેબ્રુઆરીએ પૂરો થશે અને તેના આગલા દિવસે જ આઈપીએલ માટે ખેલાડીઓની હરાજી કરાશે.


ખેલાડીઓને રિટેન કરવાની અંતિમ તારીખ 20 જાન્યુઆરી હતી જ્યારે ચાર ફેબ્રુઆરી સુધી ટ્રેડિંગ વિન્ડો (ખેલાડીઓને એક ટીમમાંથી બીજી ટીમમાં ટ્રાન્સફર) યથાવત રહેશે. ટીમોમાંથી રિલિઝ કરાયેલા ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાનો સ્ટિવ સ્મિથ (રાજસ્થાન રોયલ્સ) અને ગ્લેન મેક્સવેલ (કિંગ્સ ઈલેવન પંજાબ) જેવા દિગ્ગજો સામેલ છે.


ઉલ્લેખનીય છે કે આઈપીએલની આ વખતની હરાજી અત્યંત રસપ્રદ બની રહેવાની છે કેમ કે લગભગ તમામ ટીમોએ મોટા ખેલાડીઓને હરાજી પહેલાં જ રિલિઝ કરી દીધા છે. રાજસ્થાન રોયલ્સે તો પોતાના કેપ્ટન સ્ટિવ સ્મિથને જ રિલિઝ કરી દીધો છે આવામાં હવે જોવાનું એ રહેશે કે તેના ઉપર કઈ ટીમ દાવ લગાવે છે. ગ્લેન મેક્સવેલ જેવા ટી-20 સ્પેશ્યાલિસ્ટ ખેલાડી પણ ટીમમાંથી રિલિઝ થઈ ચૂક્યા છે. ખેલાડીઓને રિલિઝ કર્યા બાદ કિંગ્સ ઈલેવન પંજાબના પર્સમાં સૌથી વધુ પૈસા બચ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે 35.70 કરોડ, ચેન્નાઈ પાસે 22.90 કરોડ, રાજસ્થાન પાસે 34.85 કરોડ, દિલ્હી પાસે 12.8 કરોડ, સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે 12.8 કરોડ, પંજાબ પાસે 53.2 કરોડ, મુંબઈ પાસે 15.35 કરોડ અને કોલકત્તાના પર્સમાં 10.85 કરોડ રૂપિયા બચ્યા છે.


Related News

Loading...
Advertisement