તાંડવના નિર્માતાની ધરપકડ પર સ્ટે આપવા સુપ્રિમનો ઇન્કાર

27 January 2021 05:58 PM
India
  • તાંડવના નિર્માતાની ધરપકડ પર સ્ટે આપવા સુપ્રિમનો ઇન્કાર

વિવાદાસ્પદ બનેલી એમેઝોન પ્રાઇમની ધારાવાહીક તાંડવના નિર્માતા-લેખક-અભિનેતા સામે દેશભરમાં કેસ થયા છે અને તેઓએ સુપ્રિમ કોર્ટમાં ધરપકડ સામે આગોતરા જામીન માંગ્યા હતા પરંતુ સુપ્રિમ કોર્ટે તેઓને હાઇકોર્ટમાં જવાનું કહીને હાલ કોઇ સ્ટે આપવા ઇન્કાર કર્યો છે. એમેઝોન પ્રાઇમના ભારતના વડા અર્પણા પુરોહિત નિર્માતા હિમાંશુ કૃૃષ્ણા મહેરા, લેખક ગૌરવ સોલંકી અને એકટર જીયાન અયુબએ આ અરજી દાખલ કરી હતી પરંતુ સુપ્રિમ કોર્ટે કહ્યું કે તેઓ પહેલા હાઇકોર્ટમાં સંપર્ક સાધી શકે છે. સુપ્રિમ કોર્ટે આ તમામ કેસો મુંબઇ ટ્રાન્સફર કરવા અંગે પણ કોઇ ચૂકાદો આપવાનો ઇન્કાર કર્યો હતો.


Related News

Loading...
Advertisement