રાજકોટ, તા.27
રાજકોટમાં કોરોનાનો પ્રથમ કેસ 18 માર્ચે આવ્યો હતો પરંતુ આ પ્રથમ કેસ અગાઉ 27 જાન્યુઆરી, 2020ના રોજ ચીનથી પ્રથમ મુસાફર આવતા મહાપાલિકાના કવોરન્ટાઇન સહિતના મોટા અભિયાનનો પ્રારંભ થયો હતો. તેને આજે એક વર્ષ પુરૂ થયું છે. સૌ પ્રથમ વિદેશ થી આવેલ મુસાફરને કવોરન્ટાઇન કરવા, ફોલોઅપ, ટેસ્ટિંગ, રિપોર્ટિંગ માટે કંટ્રોલ રૂમ, ત્યારબાદ મિટિંગનો દોર, કવોરન્ટાઇન ફેસીલીટી શરૂ કરવામાં આવી હતી.
જંગલેશ્વરમાં પ્રથમ પોઝિટીવ કેસ, ત્યારબાદ લોકડાઉનમાં કોન્ટેક ટ્રેસીંગ, ક્ધટેનમેન્ટ, સેનીટાઇઝેશન, જંગલેશ્વરમાં બીજા તબકકામાં 88 કેસ મળવા, ઓપીડી, લોકડાઉન ખુલતા ટ્રેનમાં જતા મજૂરોનું સ્ક્રીનીંગ, સર્વે, ધનવંતરી રથ, હોમ આઇસોલેશન, 104 વાન, સંજીવની રથ, રોજ મીટીંગથી માંડી વેકસીનેશન સુધીના તબકકામાં મહાપાલિકા તંત્ર પહોંચ્યુ છે.
આમ તા.18 માર્ચે પહેલો કેસ આવ્યા બાદ તા.27 જાન્યુઆરીના રોજ ચીનથી આવેલા પ્રથમ મુસાફરને કવોરન્ટાઇન કરવાની કામગીરી કરવામાં આવી હતી તેમ નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડે આ સફરમાં જોડાયેલા સૌનો આભાર માનતા કહ્યું હતું. આ રીતે રાજકોટ મહાપાલિકાની લડાઇએ એક વર્ષ પુરૂ કર્યુ છે અને હવે હેલ્થ વર્કરનું વેકસીનેશન પણ ચાલી રહ્યું છે. ર1 વર્ષની આ વિદ્યાર્થીની વુહાનથી રાજકોટ કાલાવડ રોડ પર તેના નિવાસસ્થાને પરત ફરી હતી. તે બાદ આ કામગીરી પહેલીવાર શરૂ થઇ હતી.