પટણા (બિહાર) તા.27
બિહારનાં ભાજપના પ્રવકતા ડો.અફઝર શમ્શી પર બે અજાણ્યા શખ્સોએ ફાયરીંગ કરતાં તેમને જાંધમાં ગોળી વાગી હતી. તેમને સારવાર અર્થે હોસ્પીટલે દાખલ કરાયા છે.હાલ તેઓ સુરક્ષીત છે. ભાજપ પ્રવકતા પર ગોળી કોણે અને શા માટે ચલાવી તે રહસ્ય અકબંધ છે. ઘટનાની જાણ થતાં પોલીસ એકશનમાં આવી હતી અને આરોપીઓને પકડવામાં લાગી ગઈ છે.