કાલથી શત્રુંજયગિરિ મહાતીર્થ પર સેવા-પૂજાનો પ્રારંભ

27 January 2021 05:47 PM
Bhavnagar Rajkot
  • કાલથી શત્રુંજયગિરિ મહાતીર્થ પર સેવા-પૂજાનો પ્રારંભ

શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા જાહેરાત : સરકારી માર્ગદર્શિકાના ચુસ્ત પાલન સાથે : આદિનાથ દાદાના દરબારમાં દર્શન-પૂજા માટે સોશ્યલ ડિસ્ટન્સીંગ છ ફૂટનું અંતર રાખીને પ્રવેશ અપાશે : ડુંગર પર ન્હાવાની વ્યવસ્થા બંધ છે : અલગ અલગ ટૂંકના પૂજાના પાસ નિયત સંખ્યામાં ફકત પૂજાના વસ્ત્રોમાં આવેલા યાત્રિકોને આપવામાં આવશે. : જય આદેશ્વરનો નાદ ગુંજી ઉઠશે

રાજકોટ તા.27
જૈનોનું પરમ પવિત્ર યાત્રાધામ શ્રી શત્રુંજયગિરિ (પાલીતાણા) મહાતીર્થમાં આવતીકાલ તા. ર8 ના ગુરુવાર (પોષી પુનમ) થી પુન: પૂજા શરુ કરવા અંગે શેઠ આણંદજી કલ્યાણજી પેઢીએ મહત્વની માર્ગદર્શિકા બહાર પાડી છે.નીવેદનમાં જણાવાયુ છે કે આવતીકાલથી પુજા શરુ કરામાં આવશે તે માટે સરકાર દ્વારા સુચવવામાં આવેલ તમામ નીયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તે અનુસાર દરેક યાત્રીકે માસ્ક પહેરવું, છ ફુટનું અંતર જાળવવ, હાથ સેનેટાઇઝ કરાવવા તથા શરીરનું તાપમાન ચેક કરાવવાનું રહેશે.

દાદાના જિનાલયમાં પરમાત્માના દર્શન-પૂજા માટે સોશ્યલ ડીસ્ટન્સીંગ છ ફુટનું અંતર રાખીને પ્રવેશ આપવામાં આવશે. ગીરીરાજ પર ન્હાવાની વ્યવસ્થા બંધ છે.
સેવા પૂજા કરવા અંગે ગિરિરાજના મોટા રસ્તે હનુમાન ધારા પાસેથી અલગ અલગ ટૂંકના પૂજા માટેના પાસ નીયત સંખ્યામાં ફકત પૂજાના કપડામાં આવેલા યાત્રાળુઓને આપવામાં આવશે. તે મુજબ યાત્રિકે જે તે ટુંકમાં લાભ લેવાનો રહેશે. પુવજાનો સમય સવારે 8 થી 1 નો રહેશે અને માત્ર કેસર પુજાનો લાભ મળી શકશે.

જે યાત્રિકને બોલીનો આદેશ લેવાની ભાવના ધરાવતા હોય તે ભાગ્યશાળીઓ નીચે સ્નાન કરીને પૂજાના કપડામાં ગિરિરાજ ઉપર હાજર રહેવુ. ગિરિાજ ઉપર મૂળનાયક શ્રી આદિશ્વર પ્રભુની તથા અન્ય જીનાલયોમાં સેવા પુજાનો લાભ સવારે નવ વાગે બોલી શરુ કરીને આદેશ આપવામાં આવશે. લાભાર્થી જે બોલી બોલ્યા હશે તેનો જ લાભ મળશે. તેઓએ તે લાભ લઇને ગર્ભગૃહની બહાર આવી જવાનું રહેશે.

પક્ષાલ સવારે 9-30 કલાકે શરુ થશે તથા અન્ય પુજાની બોલીના આદેશવાળા ભાગ્યશાળીને સવારે 10 કલાકે સેવા પૂજાનો લાભ મળશે. ગર્ભગૃહમાં ચાર લાભાર્થી રહી શકશે. જે ભાગ્યશાળી એ જે બોલી નો આદેશ લીધો હોય તેનો જ લાભ મળશે.શ્રી આદિનાથ દાદાની આંગી બપોરના 11 વાગે થશે. લાભાર્થીઓએ સવારના દસ વાગ્યા સુધીમાં આવી જવાનુ રહેશે. આંગીના લાભાર્થીને પાંચ પાસ આપવામાં આવશે. આરતી-મંગળ દીવાની બોલીનો લાભ બે ભાગ્યશાળીને મળશે.

અગત્યની સૂચના
જય તળેટીએ ‘નો પ્લાસ્ટીક ઝોન’ બનાવાયો છે. ત્યાં યાત્રિકે હાથને સેનેટાઇઝ અને તાવ મપાવવાનો રહેશે. માસ્ક અવશ્ય લગાવવું જરુરી છે. સાધુ-સાધ્વીજીઓએ યાત્રા કરવા જતા પહેલા માહિતી કેન્દ્રને જણાવવુ. 10 વર્ષથી નાના અને 6પ વર્ષથી વધુ ઉંમરના હોય તેઓને લાવવા નહિ વગેરે જણાવાયુ છે.


Related News

Loading...
Advertisement