નવી દિલ્હી તા.27
દેશમાં નિયંત્રણો ચાલુ રહેવાને કારણે હવે ચાઈનીઝ સોશ્યલ મીડીયા ફર્મ બાયટેન્ડેન્સ તેની માલિકીની ટીકટોક અને હેલ્લો એપ્સ ભારતમાંથી પોતાનો ધંધો સંકેલી લેશે.
ઉલ્લેખનીય છે કે ટિકટોક એક સમયમાં ખૂબ જ લોકપ્રિય હતું. તેના પર લોકો પોતાના જાતજાતના વિડીયો બનાવીને શેર કરતા હતા. ભારત અને ચીન વચ્ચે તનાવને પગલે અનેક ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લદાયા હતા, જેમાં ટીકટોક પણ સામેલ હતું.