રાજકોટ તા.27 : પડધરીના મોટા રામપર ગામે રસ્તા પર ઉભા રહેતા પટેલ વૃધ્ધને કારના ચાલકે હડફેટે લેતા વૃધ્ધનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજયુ હતુ. આ અંગે કારના ચાલક સામે ગુન્હો નોંધી કાર્યવાહી કરી છે. બનાવની પ્રાપ્ત વીગતો અનુસાર મોરબીના સનાળા રોડ પર સરદાર સોસાયટીમાં રહેતા ગણેશભાઇ વેલજીભાઇ ભોજાણી (પટેલ) નામના વૃધ્ધ પડધરીના મોટા રામપરામાં રસ્તા પર ઉભા હતા ત્યારે જીજે 03 એબી 7899 નંબરની કારના ચાલકે હડફેટે લેતા ગણેશભાઇને શરીરે અને માથે ગંભીર ઇજા થતા તેનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ હોત નીપજયુ હતુ. આ અંગે ગણેશભાઇનાં પૌત્ર પ્રવીણભાઇની ફરીયાદ પરથી કારચાલક સામે ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.