દુબઈ તા.27
બેન્ક ઓફ બરોડાને મની લોન્ડ્રીંગ વિરોધી કાયદાના ભંગ બદલ સંયુક્ત આરબ અમીરાતે 13 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકાર્યો છે. બેંકે જણાવ્યું હતું કે યુએઈની કેન્દ્રીય બેન્કે બેન્ક ઓફ બરોડા, જીસીસી ઓપરેશન્સ, દુબઈ પર 68,33,333 અમીરામ દિનાર (13 કરોડ રૂપિયા)નો દંડ ફટકાર્યો છે. બેન્કે જણાવ્યું હતું કે તે સંબંધીત કાયદાના પાલનને બહેતર બનાવવા ઉચિત પગલાં લે છે.