નવી દિલ્હી તા.27
સંસદનું બજેટ સત્ર 29 જાન્યુઆરીથી લઈને 15 ફેબ્રુઆરી દરમિયાન ચાલનાર તે પહેલા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ એક મોટો ફેસલો લઈને સંસદની કેન્ટીનમાં ભોજન પર મળતી સબસીડી પુરેપુરી સમાપ્ત કર્યા બાદ ડીસના નવા ભાવ જાહેર થયા છે, સબસીડી દરમ્યાન સાવ નજીવી કિંમતે મળતી ભોજનની થાળીના ભાવ વધ્યા છે. નવી રેટ લિસ્ટ મુજબ હવે 100 રૂપિયામાં શાકાહારી ડીસ અને 700 રૂપિયામાં નોનવેજ ડીસ મળશે.
ઉલ્લેખનીય છે કે સંસદની કેન્ટીનમાં સબસીડી ખતમ કરવાની માંગ સતત ઉઠતી હતી. કેન્ટીનમાં હાલ સૌથી સસ્તી રોટલી છે જેનો ભાવ 3 રૂપિયા છે. નવા લિસ્ટ મુજબ વેજ આઈટમ નોનવેજના પ્રમાણમાં સસ્તી છે. ચિકન બિરીયાનીના રૂા.100, ચિકન કરીના રૂા.75, મટન બિરીયાનીના રૂા.150 છે. જયારે આબુ બોન્ડાના રૂા.10, બ્રેડ પકોડાના રૂા.10, દહીના રૂા.10, દાળ તડકાના રૂા.20, મસાલા ઢોસાના રૂા.50, ઈડલી-ચટણીના રૂા.20 ભાવ નકકી થયા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ દર વર્ષે સંસદની કેન્ટીનને દર વર્ષે રૂા.17 કરોડની સબસીડી અપાતી હતી.