ધો.9 થી 12માં શાળા પ્રવેશથી વંચિત છાત્રો 31 જાન્યુ.સુધીમાં એડમીશન મેળવી શકશે : છેલ્લી તક

27 January 2021 05:29 PM
Gujarat
  • ધો.9 થી 12માં શાળા પ્રવેશથી વંચિત છાત્રો 31 જાન્યુ.સુધીમાં એડમીશન મેળવી શકશે : છેલ્લી તક

ગુજરાત માઘ્યમિક-ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડની જાહેરાત

ગાંધીનગર તા.27
રાજ્યમાં કોવિડ 19 ની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ ધોરણ 9થી 12ના પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓને 31 જાન્યુઆરી 2001 સુધી જિલ્લા શિક્ષણ અધિકારીની મંજૂરી બાદ શાળાઓમાં પ્રવેશ આપી શકશે જો કે હવે પછી પ્રવેશ અંગેની વધારાની તક નહીં આપવામાં આવે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવે છે કે રાજ્યમાં કોવિડ 19ની પ્રવર્તમાન સ્થિતિને કારણે કેટલાક નાગરિકો અને તેમના બાળકો સ્થળાંતર કરતા હતા પરિણામે શાળામાં ભણતા કેટલાક વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવાથી વંચિત રહ્યા હતા.


જોકે આ બાબતની ગંભીરતા ધ્યાને ધરીને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા હવે એવો નિર્ણય કરવામાં આવે છે કે કોવિડ 19 ની સ્થિતિ ના કારણે 9થી 12ના જે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે તેવા તમામ વિદ્યાર્થીઓને 31 જાન્યુઆરી 2021 સુધીમાં જે તે જિલ્લા શિક્ષણ અધિકારીની મંજૂરી મેળવી શાળાઓ પ્રવેશ આપી શકશે. ઉલ્લેખનીય છે કે કોવિડ 19 ના કારણે પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તે માટે સરકાર સમક્ષ અનેક રજૂઆતો આવી હતી

જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે વંચિત વિદ્યાર્થીઓના પ્રવેશ મામલે શિક્ષણ વિભાગ દ્વારા ચાર વખત મુદત પણ લંબાવવામાં આવી હતી. એટલું જ નહીં આ પ્રવેશની કામગીરી અંતર્ગત શાળા કક્ષાએ પ્રવેશની પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી હતી.એટલે હવે આ છેલ્લી તક વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી છે. શિક્ષણ વિભાગે કરેલા આદેશમાં એવી સ્પષ્ટતા પણ કરેલી છે કે શિક્ષણ વિભાગ દ્વારા હવે પછી પ્રવેશ માટેની કોઈ પણ તારીખ લંબાવામાં નહીં આવે અને વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ માટે આ છેલ્લી તક આપવામાં આવી હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. નોંધનીય છે કે ધોરણ 9થી 12ના શાળા પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓ ને જિલ્લા શિક્ષણ અધિકારીની મંજૂરી બાદ પ્રવેશ આપવો અને હવે પછી આ અંગે કોઈ પણ પ્રકારની મુદત વધારવામાં નહીં આવે તેવી સ્પષ્ટતા સાથે નો આદેશ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામક બી બી.એન રાજગોર દ્વારા કરવામાં આવ્યો છે.


Related News

Loading...
Advertisement