નવી દિલ્હી તા.27
ગઈકાલે પ્રજાસતાક દિન પર્વે લાલ કિલ્લા પર ઉપદ્રવીઓએ કબ્જો કરી ઝંડો લહેરાવ્યા બાદ આ કિસ્સામાં પોલીસે સ્વરાજ પાર્ટીનાં અધ્યક્ષ યોગેન્દ્ર યાદવ સહીત 200 લોકોને કસ્ટડીમાં લીધા છે. જયારે ખાલિસ્તાની સંગઠન એસએફજેએએ 1 ફેબ્રુઆરીએ સંસદ પર કબ્જો કરવાની અને ઘેરાવ કરવાની ધમકી આપી છે. ખાલિસ્તાની સંગઠને ગઈકાલે લાલ કિલ્લામાં ઘેરાવ દરમ્યાન લાલ કિલ્લા પર ઝંડો લહેરાવનારને ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે. દરમ્યાન કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલે આજે સવારે લાલ કિલ્લાએ પહોંચીને પરિસ્થિતિની જાણકારી મેળવી હતી.