ભારતનો વર્ષ 2021માં આર્થિક વૃદ્ધિ દર 11.5 ટકા રહેશે: આઈએમએફ

27 January 2021 05:14 PM
India
  • ભારતનો વર્ષ 2021માં આર્થિક વૃદ્ધિ દર 11.5 ટકા રહેશે: આઈએમએફ

મહામારીની મંદીમાંથી બેઠું થતું ભારત

નવી દિલ્હી તા.27
કોરોના મહામારી અને તેને પગલે આવેલા લોકડાઉનને કારણે ભારતના આર્થિક વૃદ્ધિ દરને ગંભીર અસર પડી હતી. બાદમાં લોકડાઉન હટતા અને આર્થિક વૃદ્ધિની ગાડી પાટે ચડતા ભારતનો આર્થિક વૃદ્ધિદર વર્ષ 2021માં 11.5 ટકા રહેવાનું અનુમાન આંતરરાષ્ટ્રીય મદ્રાકોષ-આઈએમએફે કર્યું છે.


કોરોના વાયરસ મહામારીમાં મોટી અર્થ વ્યવસ્થાઓમાં એકમાત્ર ભારત એવો દેશ છે જેની આર્થિક વૃદ્ધિ દર વર્ષે દશાંસ અંકમાં રહેશે. મુદ્રા કોષ અદ્યતન રિપોર્ટમાં 2021માં 11.5 ટકા વૃદ્ધિનું અનુમાન લગાવ્યું છે, જેને લઈને આગામી વર્ષે ભારત મોટી અર્થવ્યવસ્થાઓમાં એક માત્ર દેશ હશે જેનો વૃદ્ધિ દર 10નાં અંકમાં વૃદ્ધિની દ્રષ્ટીએ ચીન 2021માં 8.1 ટકાના દરે બીજા સ્થાને હશે, તેના બાદ ક્રમશ: સ્પેન (5.9 ટકા), ફ્રાન્સ (5.5) ટકાના સ્થાને રહેવાનું અનુમાન છે.


આઈએમએફે આંકડાને સંશોધીત કરતા જણાવ્યું હતું કે વર્ષ 2020માં ભારતીય અર્થવ્યવસ્થામાં આઠ ટકાના ઘટાડાનું અનુમાન છે. ચીન એકમાત્ર એવાહે દેશ છે જેનો વૃદ્ધિદર વર્ષ 2020માં સકારાત્મક 2.3 ટકા રહેવાનું અનુમાન છે.મુદ્રાકોષના જણાવ્યા અનુસાર વર્ષ 2022માં ભારતનો આર્થિક વૃદ્ધિદર 6.8 ટકા અને ચીનનો 5.6 ટકા રહેવાનું અનુમાન છે. આ તાજેતરના અનુમાનની સાથે ભારતે તીવ્ર આર્થિક વૃદ્ધિવાળા વિકાસશીલ દેશનો દરજજો હાંસલ કરી લીધો છે. આ મહિનાની શરુઆતમાં આઈએમએફના મેનેજીંગ ડીરેકકટર ક્રિસ્ટલીન જાર્જીએવાએ જણાવ્યું હતું કે ભારતે વાસ્તવમાં મહામારી અને તેના આર્થિક પ્રભાવનો નિવેડો લાવવાના મામલામાં નિર્ણાયક પગલાં લીધા છે.


Related News

Loading...
Advertisement