માઉન્ટ એવરેસ્ટ પર ફેંકાયેલા વેસ્ટનું કરવામાં આવશે બેસ્ટ

27 January 2021 04:59 PM
Top News World
  • માઉન્ટ એવરેસ્ટ પર ફેંકાયેલા વેસ્ટનું કરવામાં આવશે બેસ્ટ

દેશ-દુનિયાના કલાકાર કચરામાંથી બનાવશે આકર્ષક કલાકૃતિઓ

કાઠમંડુ તા.27
દુનિયાની સૌથી ઉંચી જગ્યા માઉન્ટ એવરેસ્ટ પણ છેલ્લા કેટલાક સમયથી થતી ભીડના કારણે ત્યાં પણ હવે કચરાની સમસ્યા પેદા થઈ છે, માઉન્ટ એવરેસ્ટ પર વધતા જતા વેસ્ટને બેસ્ટમાં ફેરવવા વિશેષજ્ઞોએ કલાનો સહારો લેવાનો ફેસલો કર્યો છે. ખરેખર તો માઉન્ટ એવરેસ્ટ પર મોજૂદ કચેરા એકત્ર કરીને તેને દેશ-દુનિયાના કલાકારો કલાકૃતિઓ બનાવશે. આ કલાકૃતિઓને નજીકની આર્ટ ગેલેરીમાં સંગ્રહીત કરવામાં આવશે. આ આર્ટગેલેરી માઉન્ટ એવરેસ્ટ પર કચરાની વધતી સમસ્યા પ્રત્યે જાગૃત બનાવશે. ઉલ્લેખનીય છે કે પર્વતારોહણે માઉન્ટ એવરેસ્ટ પર ઓકસીજનની બોટલો, ફાટેલા ટેન્ટ, દોરડા, તૂટેલી સીડીઓ વગેરે કચરો ફેંકી જાય છે.


Related News

Loading...
Advertisement