હળવદ નજીક પોસ્ટના વાહનના તાળાં તોડીને સાત પાર્સલની ચોરી

27 January 2021 03:04 PM
Morbi
  • હળવદ નજીક પોસ્ટના વાહનના તાળાં તોડીને સાત પાર્સલની ચોરી

મોરબી તા.27
માળીયા અમદાવાદ હાઇવે ઉપર અવારનવાર ચાલુ વાહનોમાંથી જુદા જુદા માલ સામાનની ચોરી કરવામાં આવતી હોય તેવા બનાવો સામે આવતા હોય છે દરમિયાન હાલમાં પોસ્ટ વિભાગની ગાડી માળીયા અમદાવાદ હાઇવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે વિરમગામથી લઈને સરા ચોકડી સુધીના વિસ્તારની અંદર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પોસ્ટ વિભાગની ગાડીમાં પાછળના દરવાજાનું તાળું તોડીને તેમાંથી પોસ્ટના જુદા જુદા સાત પાર્સલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને કુલ મળીને 3500 રૂપિયાના મુદ્દામાલની ચોરી થઇ હોવાની હાલમાં પોસ્ટ વિભાગના કર્મચારી દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવેલ છે. બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે સુરેન્દ્રનગર માં રહેતા અને પોસ્ટ વિભાગની અંદરનો ફરજ બજાવતા ભરતભાઈ હેમંતભાઈ ટાંક નામના યુવાને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોસ્ટ વિભાગના પાર્સલની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે અમદાવાદ માળીયા હાઈવે ઉપરથી પોસ્ટ વિભાગમાં વાહન પસાર થઈ રહ્યું હતું ત્યારે વિરમગામ થી લઈને સરા ચોકડી સુધીના વિસ્તારમાં તેમના પોસ્ટ ખાતાના વાહન નંબર જીજે 3 ડબલ્યુ 2891 ની પાછળથી દરવાજાનું તાળું તોડીને અંદર ભરેલા પાર્સલોમાંથી સાત પાર્સલોની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 3500 રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હોવા અંગેની હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે અને હળવદ તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.
દારૂ સાથે પકડાયો
શહેરના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર સોસાયટીના ગેટ પાસેથી પસાર થઈ રહેલા યુવાનને રોકીને પોલીસે તલાસી લેતાં તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી કરીને હાલમાં 600 રૂપિયાની કિંમતનો દારૃ સાથે પોલીસે ધીરજભાઈ ગોવિંદભાઇ ચાવડા જાતે આહીર ઉંમર 45 રહે નવલખી રોડ યમુના નગર વાળાની ધરપકડ કરી છે અને આ દારૂની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરેલ છે.


Loading...
Advertisement