મોરબીમાં છેડતી કરી ચાર યુવાનોને છરીના ઘા મારનાર ચાર લુખ્ખાને પકડતી પોલીસ

27 January 2021 03:02 PM
Morbi
  • મોરબીમાં છેડતી કરી ચાર યુવાનોને છરીના ઘા મારનાર ચાર લુખ્ખાને પકડતી પોલીસ

યુવતીની મશ્કરી કરવાની ના પાડતા હુમલો કર્યો હતો : બબુડો, વિશાલ, ઇમ્તિયાઝ, સિરાઝ ઝબ્બે

મોરબી તા.27
સામાકાંઠા વિસ્તારમાં નટરાજ ફાટક બાજુમાં આવેલા કેસરબાગમાં થોડા દિવસો પહેલા ક્રિકેટ રમતા યુવાનો દ્વારા છેડતી કરતા શખ્સોને મશકરી કરવાની ના પાડવામાં આવી હતી જેથી ચાર યુવાનોને છરીના ઘા મારનાર ચાર શખ્સોની ધરપકડ કરાઇ છે. સામાકાંઠે મયુર સોસાયટી બાજુમાં આવેલ વૃંદાવન પાર્કમાં રહેતા રાજદીપસિંહ બલભદ્રસિંહ ઝાલા (20) અને તેના મિત્ર દિપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ઝાલા (21), અર્જુનસિંહ બલભદ્રસિંહ ઝાલા (22) અને શિવરાજસિંહ હરપાલસિંહ ઝાલા (22) સહિતના મિત્રો નટરાજ ફાટક પાસે આવેલ કેસરબાગમાં ગત શુક્રવારે ક્રિકેટ રમતા હતા ત્યારે આરોપી દેવાંગભાઈ વિજયભાઈ રાજપૂત અને તેનો મિત્ર બબુડો ત્યા બહેન દીકરીઓની મશ્કરી કરીને છેડતી કરતા હતા જેથી તેઓને છેડતી નહીં કરવા કહ્યું હતું જે તેને તારું નહિ લગતા દેવાંગે તેના અન્ય મિત્રોને ફોન કરીને બોલાવ્યા હતા જેથી અજાણ્યા ત્રણ શખ્સો ત્યા આવ્યા હતા અને દેવાંગ સહિતના પાંચ શખ્સોએ ફરિયાદી સહિતના યુવાનો સાથે બોલાચાલી કરી માથાકૂટ કરી હતી. ત્યારબાદ બબુડો નામના શખ્સે ફરિયાદી સહિત ચાર વ્યક્તિઓને છરીના ઘા ઝીંકી દીધા હતા જેની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે જુબેર ઉર્ફે બબુડો મહેબૂબભાઈ ઘાંચી (22) પંચાસર રોડ ભરતપરા, વિશાલ ભૂપતભાઇ કોળી (220 કાલિકા પ્લોટ, ઇમ્તિયાઝ મહેબૂબભાઈ ઘાંચી (19) અને સિરાઝ સલિમભાઈ સંધિ (20) મસ્જીદ પાછળ મોરબીની ધરપકડ કરેલ છે.

બેની ધરપકડ
શહેરની ન્યુ ચંદ્રેશનગર સોસાયટીમાં આરાધના એપાર્ટમેન્ટમાં રહેતા હરિશ્ર્ચંદ્ર દીર્ધભાઇ બીસ્ટ બહાદુર નેપાળી (ઉંમર 58) નામના આધેડ ગત તા.23-11 ના રોજ રાત્રીના ઘેર જવા માધાપર શેરી નંબર-19 પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ત્યાં જ રહેતા કાંતિભાઈ ઉર્ફે મિથુન ડાભી, અજય કાંતિલાલ ડાભી, વૃજલાલ ગોહેલ અને મહેશ વૃજલાલ ગોહેલે તેમને અટકાવીને ઝઘડો કર્યો હતો. બાદમાં "બહારના લોકોએ અહીં શેરીમાંથી નીકળવું નહીં" તેમ કહીને લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હરિશ્ચંદ્રભાઈ નેપાળીને માર મારતા ફરિયાદના આધારે પોલીસે અજય કાંતિલાલ ડાભી (21) માધાપર-19 અને વૃજલાલ હરજીવન ગોહેલ (71) માધાપર-11 ની ધરપકડ કરેલ છે.


Loading...
Advertisement