જુનાગઢ તા.27
જુનાગઢનું ઘરેણું ગુજરાતનું ગૌરવ ગણાતા કવિ દાદને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવતા જુનાગઢનું ગૌરવ વધવા પામ્યું છે. આમ જુનાગઢમાં ચાથો પદ્મ વિભૂષણ એવોર્ડ મળવા પામ્યો છે.ગુજરાતી ફિલ્મ જગતમાં 15થી વધુ ફિલ્મોમાં ગીતો એપનાર કવિ દાદે વિશ્ર્વ પ્રસિદ્ધ ગીતોમાં કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગયો. દિકરીની વિદાય વેળાએરચેલા ગીતથી ગમે તેવાનું હૈયુ હચમચાવી નાખે છે.ઉપરાંત ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું તેમજ કે લાશના નિવાસી નમુ બાર બાર કે, આયો શરણ તિહારી પ્રભુ તાર તાર તું ભજને સહિતના ગીતો-ભજનો આપેલ છે.કવિ દાદે 14-15 વર્ષની ઉંમરે કવિતા બનાવવાનું શરુ કર્યું હતું. તેમના મામાના અવસાન બાદ તેમની યાદમાં છંદ લખ્યો હતો.