મોરબીના જેતપરની તપોવન વિદ્યાલય ખાતે યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ

27 January 2021 03:00 PM
Morbi
  • મોરબીના જેતપરની તપોવન વિદ્યાલય ખાતે યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ

મોરબીના જેતપર ગામે આવેલ તપોવન વિદ્યાલયમાં ગઇકાલે પ્રજાસત્તાક પર્વ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ ગામના મહિલા સરપંચ વીણાબેનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ કેમ્પનું ઉદ્ઘાટન ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કર્યું હતું. દિનેશભાઈ વડસોલા તથા યુવા આર્મી ગ્રુપના સભ્યોએ આ તકે ખાસ ઉપસ્થીત રહ્યા હતા. તપોવન વિદ્યાલયના સંચાલક જીતુભાઇ વડસોલાએ જણાવ્યુ હતું કે, આ રક્તદાન કેમ્પમાં 100 જેટલા યુનિટ મેળવવાની ધારણા હતી. જો કે, 118 થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું અને આ કેમ્પમાં એકત્રિત કરેલું રક્ત મોરબી સિવિલ હોસ્પિટલ અને રાજકોટ સ્થિત નાથાણી બ્લડ બેંકને અર્પણ કરવામાં આવ્યું હતું અને આ કેમ્પમાં દરેક રક્તદાતાઓને એક સર્ટિફિકેટ, ફોલ્ડરોવાળી ફાઇલ વિથ બેગ અને પેનસેટ સ્મૃતિરૂપે આપવામાં આવેલ છે.


Loading...
Advertisement