મોરબીના વજેપર વિસ્તારમાં તું "દાઉદ" સાથે કામ કરતો નહીં કહી છરી, ધોકા અને લોખંડના વજનીયા વડે યુવાન ઉપર હુમલો

27 January 2021 02:58 PM
Morbi
  • મોરબીના વજેપર વિસ્તારમાં તું "દાઉદ" સાથે કામ કરતો નહીં કહી છરી, ધોકા અને લોખંડના વજનીયા વડે યુવાન ઉપર હુમલો

મોરબી તા.27
મોરબીના વજેપર અને કાલિકા પ્લોટ વિસ્તારમાં દેશી-વિદેશી દારૂનું ભારે મોટુ નેટવર્ક ધમધમી રહ્યુ છે અને સરકારી ચોપડે આંકડા ભરવા માટે કેસ કરવામાં આવતા હોય તેવી "માંગેલી રેડ" કરવામાં આવતી હોય છે જેને પગલે બુટલેગરોમાં પોલીસનો ખૈાફ રહ્યો નથી. અગાઉ પણ અનેક વખત દારૂને લઇને મારામારીના બનાવો બન્યા છે. દરમ્યાનમાં ગઈકાલે વધુ એક વખત મારામારીનો બનાવ બન્યો હતો જેમાં "તું દાઉદ સાથે કામ કરતો નહીં" તેમ કહીને મકરાણી યુવાનને માર મારવામાં આવ્યો હતો તેના ઉપર છરી,ધોકા અને લોખંડના વજનીયા વડે હુમલો કરાતા ઇજાગ્રસ્ત થયેલ યુવાનને સારવારમાં ખસેડાયો હતો બાદમાં તેણે પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલ એ ડિવિઝન પીએસઆઈ વી.આર.શુકલ તપાસ ચલાવી રહ્યા છે. ઉપરોકત હુમલાના બનાવ બાબતે ભોગ બનેલા હુસેનભાઈ ઓસમાણભાઈ મકરાણી જાતે બ્લોચ (ઉમર 32) ધંધો ભંગારના ડેલામાં મજુરી રહે.મકરાણીવાસ વોરાની નાની મસ્જીદ પાસે મોરબી એ સામાવાળા ઈરફાન (નસીમબેનનો છોકરો) રહે.કાલીકા પ્લોટ મોરબી,.તોફલો ઉર્ફે દેવો રફીકભાઈ રહે.મકરાણીવાસ નદીના કાંઠે મોરબી, એજાજ ઉર્ફે એજલો આમદભાઈ ચાનીયા રહે.કાલીકા પ્લોટ મોરબી, રવી ઉર્ફે બુચીયો રહે.વજેપરના ઝાંપા પાસે મોરબી અને સાહીલ ઉર્ફે સાવો રહેમાનભાઈ ચાનીયા રહે.કાલીકા પ્લોટ મોરબી સામે એ ડીવીજન પોલીસ મથકે ફરીયાદ નોંધાવીને જણાવેલ છેકે, તા.24 ના બપોરે 3 વાગ્યે તે વજેપરના ખુણા પાસે હતો ત્યારે સામેના પક્ષા હુમલાખોર આરોપીઓએ હુશેનભાઇને "દાઉદ" સાથે કામ નહીં કરવાનું જણાવેલ તેમ છતા તેઓ દાઉદ સાથે કામ કરતા હોય તે સામેવાળાઓને સારૂ નહીં લાગતા છરી તથા ધોકા વડે તેમજ લોખંડના તોલા (વજનીયા) ના છુટા ઘા કરીને માર મારીને જમણી આંખના ખુણા પાસે તથા ડાબી આંખે ઈજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ગુન્હામાં એકબીજાની મદદગારી કરીને જીલ્લા મેજીસ્ટ્રેટના હથીયારબંધીના હુકમનો ભંગ કર્યો હતો.

એસિડ પી જતા યુવાન સારવારમાં
મોરબીના સામાકાંઠે આવેલી ઉમા ટાઉનશીપમાં વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતો અને મોરબી-વાંકાનેર હાઇવે ઉપર લાલપર પાવર હાઉસ પાસેના સીયારામ સીરામીકમાં કામકાજ કરતો રવિ વાલજીભાઈ પરેચા પટેલ નામનો 25 વર્ષનો યુવાન ગઇકાલે કારખાને એસિડ પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મંગલમ હોસ્પિટલ ખસેડાયો હતો જેથી પોલીસે તપાસ હાથ ધરતાં ખૂલ્યું હતું કે રવિએ ભૂલથી પાણીના બદલે એસિડ પી લીધું હતું..!

ઝેરી અસર થતાં મહિલા સારવારમાં
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર નજીકના બેન્ટો સિરામિકની લેબર કોલોનીમાં રહેતી સુજાતાબેન ઉર્ફે સુનિતાબેન અજયભાઈ ચારોલીયા નામની 35 વર્ષીય દેવી પુજક મહિલાને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ અત્રેની સિવિલ હોસ્પિટલ લઇ જવાઇ હતી ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે સુનિતાબેન અજયભાઈ ચારોલીયા નામની 35 વર્ષીય દેવીપૂજક મહિલાને રાજકોટ રીફર કરાઇ હતી. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુનિતાબેનનો લગ્નગાળો 15 વર્ષનો હતો જોકે હાલ ચારેક મહિનાથી તેણે અજય બાબુ ચારોલીયા નામના યુવાન સાથે મૈત્રી કરાર કરેલ છે અને તેની સાથે રહે છે અને આગળની તપાસ ચાલુ છે.


Loading...
Advertisement