જુનાગઢ તા.27
ગઈકાલે જુનાગઢ બી ડીવીઝનના ગાંધીચોકમાં ટ્રાવેલ્સના ધંધામાં ખાર રાખી ટ્રાવેલ્સ બે બસોમાં ધોકા-લાકડી-પાઈપ વડે તૂટી પડી ચાર થી પાંચ શખ્સોએ બસના કાચ તોડી નાખી બસોને નુકશાન કર્યાની તેમજ ભૂંડી ગાળો ભાંડી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.આ અંગેની બી ડીવીઝન પોલીસમાંથી મળતી વિગત મુજબ કુંભારવાડા માત્રીરોડ નાથીબાનુની મસ્જીદ પાછળ રહેતા વૃદ્ધ મહેમદભાઈ કાસમભાઈ પડાયા (ઉ.વ.72)ની ન્યુ સાગર ટ્રાવેલ્સની ઓફીસ ગાંધી સીકંદર અબ્દુલ બીલખીયા (ઉ.વ.25) અને તેના ચારેક જેટલા સાગ્રીતોએ ટ્રાવેલ્સના ધંધાનો ખાર રાખી મહોમદભાઈ પડાયાની બે ટ્રાવેલ્સની બસોમાં લાકડી-પાઈપ-ધોકા વડે કાચ તોડી નાંખી બસોમાં તોડફોડ કરી રૂા.45000નું નુકશાન કરી ભુંડી ગાળો ભાંડી જાનથી પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ બી ડીવીઝન પોલીસમાં નોંધાવતા બી ડીવીઝન પોલીસે આરોપીઓને પકડી લેવા તજવીજ હાથ ધરી છે.જુનાગઢમાં પોલીસનો ડર જ ન હોય તેમ ભરચકક ગાંધી ચોકમાં ભરબપોરે આતંક મચાવ્યો હતો અને લોકો તેમજ પેસેન્જરોમાં નાસભાગ થવા પામી હતી.