જૂનાગઢ હોસ્પિટલમાં અનામી પારણું શરૂ કરાયું : ત્યજી દેવાયેલા બાળ માટે યોજના

27 January 2021 02:55 PM
Junagadh
  • જૂનાગઢ હોસ્પિટલમાં અનામી પારણું શરૂ કરાયું : ત્યજી દેવાયેલા બાળ માટે યોજના

જુનાગઢ, તા. 27
સમાજમાં અનેક વખત કોઇની કોઇ ભૂલના કારણે તાજા જન્મેલા નવજાત શીશુને ત્યજી દેવાની ઘટના ઘટતી રહે છે. કોઇ નવજાતને કચરા પેટી, ઉકરડા, વોંકળા કે અવાવરૂ જગ્યાએ મુકીને કુમાતા જતી રહે છે. જે ત્યજી દીધેલ નિરાધાર બાળકોના પુન: સ્થાપન માટે જુનાગઢ જિલ્લા બાળ સુરક્ષા એકમ ધારા એક ખાસ વ્યવસ્થાની ગઇકાલે 26મી જાન્યુઆરી 2021થી કરવામાં આવી છે. જેને પ્રજાસત્તાક દિનની પૂર્વ સંઘ્યાને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં અનામી પારણુ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જીલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના હસ્તે પારણું અર્પણ કરવામાં આવ્યું હતું.આ પારણાનો મુખ્ય હેતુ અનાથ, નિરાધાર, ત્યજી દીધેલ મળી આવેલ બાળકોના પુન: સ્થાપન થાય અને તેને સારો પરિવાર મળે તેમજ તેની શારીરિક, માનસિક શકિતનો વિકાસ અને સારી સારસંભાળ થાય અને સારી રીતે સંભાળ લઇ શકાય તેવા હેતુથી આ અનામી પારણુ નવજાત માટે સિવિલ હોસ્પિટલમાં અર્પણ કરવામાં આવ્યું છે.


Loading...
Advertisement