વિસાવદર નજીક બાઇક સ્લીપ થતા જામનગરના યુવાનનું મૃત્યુ

27 January 2021 02:51 PM
Junagadh
  • વિસાવદર નજીક બાઇક સ્લીપ થતા જામનગરના યુવાનનું મૃત્યુ

કેશોદના ખીરસરા ગામની સગિરાને ભગાડી જતો યુવાન

જુનાગઢ તા. 27 : ગઇકાલે બપોરના સાડા બારના સુમારે વીસાવદરથી 8 કીમી દુર નવા પીપળીયા ગામના રોડ પર જામનગરના રહીશ અમીતભાઇ કાન્તીભાઇ સોની પોતાનું બાઇક સ્પેન્ડર લઇને જતા હતા ત્યારે વીસાવદરના નવા પીપળીયા ગામ પાસે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા બાઇક પલ્ટી મારી જતા ચાલક અમીતભાઇ કાન્તીભાઇ સોનીના માથામાં ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મોત નીપજયુ હતુ.
જયારે પાછળ બેઠેલા તેમના પત્ની ભાવનાબેન અને પુત્ર રવીને ગંભીર ઇજા થતા વીસાવદર દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની ફરીયાદ સુરેશભાઇ દેવકુભાઇ વિકમા રે. રુપાવટી વીસાવદર એ નોંધાવતા વીસાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.


ખીરસરાની સગીરાને શખ્સ ભગાડી ગયો
કેશોદના ખીરસરા ગામે રહેતા દલીત શખ્સની 17 વર્ષની પુત્રીને આજ ગામનો રહીશ અલ્કેશ બાબુભાઇ ગત તા. રપ-1-ર0ર1 ની રાત્રીના સાડા દશથી તા. રપ-1-ર0ર1 ની વહેલી સવારના દરમ્યાન લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદ કામ કરવાના ઇરાદે ભગાડી ગયાની ફરીયાદ કેશોદ પોલીસમાં નોંધાવતા ઇન્ચાર્જ પીએસઆઇ એન.બી. ચૌૈહાણે તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement