લીંબડીનાં રાણા ગઢ ગામે ચાલતી પશુબલીની પ્રથા બંધ કરવા રજૂઆત

27 January 2021 02:43 PM
Surendaranagar
  • લીંબડીનાં રાણા ગઢ ગામે ચાલતી
પશુબલીની પ્રથા બંધ કરવા રજૂઆત

(ફારૂક ચૌહાણ)
વઢવાણ તા.27
સમગ્ર દેશ સાથે રાજ્ય હાલ 21મી સદીમાં જીવી રહ્યો છે અને આજના યુવાનો તેમજ લોકો પણ ડિજીટલ યુગ તરફ પ્રયાણ કરી રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ જુના રીવાજો અને અંધશ્રધ્ધાઓ જોવા મળી રહી છે.ત્યારે લીંબડી તાલુકાના રાણાગઢ ગામમાં વર્ષોથી ચાલી આવતી બકરાની બલીની પ્રથા રોકવા ગામની સ્થાનીક યુવતીએ જીલ્લા પોલીસવડા, કલેકટર, પાણશીણા પીએસઆઈ સહિત લીંબડી મામલતદાર કચેરી ખાતે લેખીત રજુઆતો કરી હતી.


આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ લીંબડી તાલુકાના રાણાગઢ ગામે છેલ્લા ઘણા વર્ષોથી ચોક્કસ જ્ઞાાતિના લોકો દ્વારા ગામમાં ધાર્મિક પ્રસંગ દરમ્યાન નિર્દોષ અને મુંગા બકરાની બલી દેવી-દેવતાઓના નામે અંધશ્રધ્ધાને ધ્યાને લઈ ચડાવવામાં આવે છે જે અંતર્ગત આગામી તા.28થી 30 જાન્યુઆરી દરમ્યાન પણ બકરાની બલી ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આથી લોકો અંધશ્રધ્ધામાંથી બહાર આવે અને આ પ્રકારની બલીપ્રથા અટકે તેમજ સમગ્ર મામલે જવાબદાર તંત્ર સહિત જીવદયાપ્રેમીઓ ગંભીરતા દાખવી આ અંગે યોગ્ય કાર્યવાહી કરે તેમજ આ બલીપ્રથા કાયમ માટે અટકે તેવાં પગલા ભરી કાર્યવાહી કરવાની સ્થાનિક યુવતી જાગૃતીબેન ભુવાત્રાએ ઉચ્ચકક્ષાએ રજુઆતો કરી હતી.


Loading...
Advertisement