મોટર સાયકલ ચોરી-10 તથા ઘરફોડ ચોરી-2 નો ભેદ ઉકેલી ચાર શખ્સોને પકડી પાડતી સુરેન્દ્રનગર સીટી એ ડીવી. પો.સ્ટેશનની સર્વેલન્સ ટીમ

27 January 2021 02:40 PM
Surendaranagar
  • મોટર સાયકલ ચોરી-10 તથા ઘરફોડ ચોરી-2 નો ભેદ ઉકેલી ચાર શખ્સોને પકડી પાડતી સુરેન્દ્રનગર સીટી એ ડીવી. પો.સ્ટેશનની સર્વેલન્સ ટીમ

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા. 27 : સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધીક્ષક મહેન્દ્ર બગડીયા તથા એચ.પી. દોશી નાયબ પોલીસ અધીક્ષક સુરેન્દ્રનગર ડીવી. સુરેન્દ્રનગરે સુચના આપેલ કે હાલમાં સુ.નગર સીટી વીસ્તારમાં તથા આજુ બાજુના વીસ્તારમાં વાહન ચોરીના તથા ઘરફોડ ચોરીના વધતા બનાવ જે વાહન ચોરીના ભેદ ઉકેલવા તેમજ ઘરફોડ ચોરીના ગુનાઓ અટકાવવા ખાસ સુચના કરેલ હોય જેથી અમો તથા સુ.નગર સીટી એ ડીવી. પો.સ્ટેના પો.હેડ કોન્સ ધનરાજસિંહ જશુભા વાઘેલા તથા વીજયસીંહ જોરુભા ડોડીયા તથા મુકેશભાઇ મનુભાઇ ઉતેળીયા, અમીતભાઇ જગદીશભાઇ મહેતા, પો.કોન્સ હારુનભાઇ ગુલાબભાઇ કુરેશી, વીજયસીંહ પ્રવીણસીંહ પરમાર, કીશનભાઇ વેલાભાઇ ભરવાડ, મહાવીરસીંહ વજેસંગભાઇ એ રીતેના વીગેરે સુ.નગર ટાઉન વીસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.


તે દરમ્યાન સાથેના પો.હેડ કોન્સ ધનરાજસીંહ જશુભા વાઘેલા તથા પો.કોન્સ વીજયસીંહ પ્રવીણસીંહ પરમાર એમ બંનેને સંયુકત બાતમી આધારે તેમજ ટેકનીકલ સોર્સ તથા હયુમન સોર્સની મદદથી સુ.રનગર જીલ્લા પંચાયત પાસે આવેલ રીવરફ્રન્ટ પાસેથી મનીષભાઇ ઉર્ફે પેંગો જયકીશનભાઇ અનાવાડીયા ઉવ રર ધંધો-ફ્રુટની લારી રહે. રતનપર ખોજાના કબ્રસ્તાન સામે ભોગાવા નદીના કાંઠે તા. વઢવાણ જી. સુરેન્દ્રનગર, મહેશભાઇ ઉર્ફે કાળુ જગદીશભાઇ અમથુભાઇ બારૈયા ઉવ ર0 ધંધો ફ્રુટની લારી રહે. સુ.નગર પોપટપરા શેરી નં 1 તા. વઢવાણ ઘનશ્યામભાઇ ઉર્ફે શંભુ સ/ઓ બટુકભાઇ નાનુભાઇ ઝાડા ઉ.વ. રર ધંધો ફ્રુટની લારી રહે. સુ.નગર વડનગર ગોકુલનગર તા. વઢવાણ અને હીતેષભાઇ સ/ઓ રાજુભાઇ કાળુભાઇ મારુણીયા (ઉ.વ. રર) ધંધો-પ્રા.નોકરી રહે. સુ.નગર વડનગર બાપા સીતારામની મઢુલી પાસે અનડીટેઇક ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ 10 મોટરસાયકલ તથા ઘરફોડ ચોરીના બે ગુનાને ઉકેલી ચાર ઇસમોને પકડી પાડી સુ.નગર સીટી એ.ડીવી. પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં-1ર/ર1 સીઆરપીસી કલમ-41 (1) ડી તથા 10ર મુજબની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.


Loading...
Advertisement