સુરેન્દ્રનગરના સંતોષપાર્ક વિરાટનગર વિસ્તારમાં રસ્તાના કામો પૂર્ણ કરવા માટે રજુઆત

27 January 2021 02:37 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગરના સંતોષપાર્ક વિરાટનગર વિસ્તારમાં  રસ્તાના કામો પૂર્ણ કરવા માટે રજુઆત

વઢવાણ, તા. 27
સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં કરોડો રૂપિયાના વિકાસનાં કામો કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પંથકના સંતોષ પાર્ક વિરાટ નગર ક્રિષ્ના પાર્ક તેમજ જલારામ સોસાયટીમાં છેલ્લા અનેક વર્ષોથી રોડ રસ્તાઓ અને પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાના કારણે ત્યાંના સ્થાનિક લોકો મા રોષની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે આજે આ બાબતની રજૂઆત સુરેન્દ્રનગર જિલ્લા દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા માં ત્યાંના સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે અને ખાસ વઢવાણ નગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા પુષ્પાબેન મકવાણા દ્વારા આ બાબતની રજૂઆત નગરપાલિકા ખાતે કરવામાં આવી છે.


છેલ્લા અનેક સમયથી આ વિસ્તારમાં રોડ રસ્તાઓ અને પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાની રજૂઆત નગરપાલિકામાં કરવામાં આવી હોવા છતાં પણ પાલિકા અને વહીવટી તંત્ર દ્વારા આ બાબતે કોઈપણ જાતનું ધ્યાન ન દેતા ત્યાંના સ્થાનિક લોકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે આજે વહેલી સવારે ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લાના સંતોષ પાર્ક વિરાટ નગર અને ક્રિષ્ના નગર અને જલારામ સોસાયટીના રહેવાસીઓ દ્વારા નગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી છે.


અગાઉ પણ આ બાબતની રજૂઆત વઢવાણ નગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા પુષ્પાબેન મકવાણા દ્વારા પ્રાદેશિક કમિશનર અમદાવાદને પણ આ બાબતની લેખિતમાં રજૂઆત કરી છે અને રોડ હતા અને પ્રાથમિક સુવિધા આ વિસ્તારના લોકોને મળે તેવી માગણી કરી છે તે છતાં પણ છેલ્લા અનેક વર્ષોથી આ વિસ્તારમાં રોડ રસ્તાઓ અને પ્રાથમિક સુવિધાના કામો અધૂરાં હોવાના કારણે ત્યાંના સ્થાનિક લોકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે આ તાત્કાલિક કામો પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ આજે વહેલી સવારે નગરપાલિકામાં રજૂઆત કરી છે.


Loading...
Advertisement