ભચાઉ : જી.કે.અદાણી હોસ્પિટલમાં બેદરકારીથી દર્દીએ જીવ ગુમાવ્યો

27 January 2021 02:15 PM
kutch
  • ભચાઉ : જી.કે.અદાણી હોસ્પિટલમાં
બેદરકારીથી દર્દીએ જીવ ગુમાવ્યો

સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાવા માંગણી

ભચાઉ તા.27
સરલી ગામના ભરતભાઈ ગરવા ને ગત 25 જાન્યુઆરીના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. હોસ્પિટલમાં સમયસર સારવાર ન મળતા અને સંચાલકો ની બેદરકારીના કારણે ભરતભાઈ ગરવા એ જીવ ગુમાવ્યો હતો. આ હોસ્પિટલ માં અનેક વખત અનુ.જાતિ.અનુ.જન જાતિ.માયનોરિટી સમાજ માં લોકો ને મફત સારવાર મળે તેવા હેતુ થી હોસ્પિટલમાં આવતા હોય છે.પણ આ અદાણી હોસ્પિટલ માત્રને માત્ર સરકારી ગ્રાન્ટ લઈને એ પૈસાથી તાગડધિન્ના કરતા હોય છે. ત્યારે જિલ્લા એસ.પી.ને લેખિત માં જણાવેલ કે જ્યાં સુધી સંચાલકો પર પોલીસ ફરિયાદ નોંધવામાં નહીં આવે ત્યાં સુધી લાશ સ્વીકારવામાં આવશે નહિ. આજે બીજો દિવસ છે ભુજ નજીક કે ભુજ માં રહેતા સમાજ ના લોકો ને આહવાન કરાયું છે કે સહકાર આપવો.


Loading...
Advertisement