ગાંધીધામના ગળપાદર પાસેની જેલનો જેલર રૂા.સવા લાખની લાંચ લેતા ઝડપાયો

27 January 2021 01:43 PM
kutch Crime
  • ગાંધીધામના ગળપાદર પાસેની જેલનો
જેલર રૂા.સવા લાખની લાંચ લેતા ઝડપાયો

જયંતી ભાનુશાળી હત્યા કેસનાં આરોપીને જેલમાં સગવડતા આપવા બદલ લાંચ માંગી હતી

ભૂજ તા.27
પૂર્વ કચ્છના ગાંધીધામ નજીકના ગળપાદર પાસે આવેલી જેલમાં કેદીઓ પાસેથી સવા લાખ રૂપિયાની લાંચ લેતા જેલના જેલર અને અન્ય એક કર્મચારીને લાંચ રુશવત વિરોધી શાખાની ટુકડીએ ઝડપી લીધા છે.મળતી વિગતો મુજબ આ સમગ્ર કિસ્સો અબડાસા તાલુકાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલીની ચકચારી હત્યામાં સંડોવાયેલા એક આરોપીને જેલની ’મહેમાનગતિ’ને બદલે સુખ-સગવડો આપવા માટે જેલર અને અન્ય કર્મચારીએ લાંચની માંગણી કરી હતી. આ સંદર્ભે અમદાવાદ લાંચ રુશવત વિરોધી શાખાને જાણ થતાં ગળપાદર જેલમાં જ છટકું ગોઠવાયું હતું જે સફળ રહેવા પામ્યું હતું.


Related News

Loading...
Advertisement