ભુજમાં ઠગાઇના ગુનામાં 11 માસથી ફરાર આરોપી ઝડપાતા રિમાન્ડની તજવીજ

27 January 2021 01:32 PM
kutch Crime
  • ભુજમાં ઠગાઇના ગુનામાં 11 માસથી ફરાર આરોપી ઝડપાતા રિમાન્ડની તજવીજ

પેરોલ ફર્લો સ્કવોર્ડના પેટ્રોલિંગ દરમ્યાન પકડાતા આકરી પૂછપરછ

ભુજ તા. ર7 : ભુજ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના વિશ્ર્વાસઘાત તથા ઠગાઇનાં ગુનામાં 11 માસથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કોડ પશ્ર્ચિમ કચ્છ ભુજે ઝડપી લીધો હતો. બોર્ડર રેન્જ આઇજીપી જે.આર. મોથાલીયા દ્વારા રેન્જમા નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે ખાસ ઝુંબેશ રાખેલ હોય જે અનુસંધાને પશ્ર્ચીમ કચ્છ-ભુજના પોલીસ અધીક્ષક સૌરભ સિંઘ નાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગેની સુચના આપેલ હોય જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કોડ ભુજના સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા.
પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફના માણસો સાથે ભુજ શહેર વીસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ. દિનેશ ખીમકરણ ગઢવી તથા ધર્મેન્દ્ર મુળશંકર રાવલ તથા વીરેન્દ્રસિંહ ભુપેન્દ્રસિંહ પરમારનાઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે ભુજ સીટી બી ડીવીઝન પો.સ્ટે. ફ.ગુર.નં 338/ર0 ઇપીકો કલમ-406, 4ર0, 46પ, 467, વિ. મુજબના ગુના કામે 11 માસથી નાસતો ફરતો આરોપી ફીરોઝ મામદહુશેન ખત્રી ઉ.વ. 47 રહે. રાહુલનગર પ્લોટ નં-09 ક્રિશ્ર્ના પેટ્રોલ પમ્પ સામે ભુજ (કચ્છ) વાળો હાલે ભારતનગર પુલીયા પાસે ભુજ ખાતે હાજર છે તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી આધારે સ્ટાફના માણસોએ તુરંત વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ તપાસ કરતા બાતમી મુજબનો મજકુર આરોપી મળી આવતા તેને સીઆરપીસી કલમ 41 (1) (આઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપેલ છે.


Related News

Loading...
Advertisement