સાવરકુંડલા પાસે ‘ગુજસીટોક’ના આરોપીનું પોલીસ પર ફાયરીંગ : સામસામે ગોળીબાર

27 January 2021 01:16 PM
Amreli
  • સાવરકુંડલા પાસે ‘ગુજસીટોક’ના આરોપીનું
પોલીસ પર ફાયરીંગ : સામસામે ગોળીબાર

સ્વબચાવમાં ગોળીઓ છુટી : અંતે ઘેરો ઘાલીને અશોકને પકડી પાડતી પોલીસ

અમરેલી, તા. ર7
સાવરકુંડલાના લુવારા ગામ પાસે ગુજસીટોકના આરોપીએ પોલીસ પર ફાયરીંગ કરતા સામ સામે ગોળીબાર થયાનું જાણવા મળ્યું છે. તે બાદ પોલીસે આરોપીને પકડી લીધાના અહેવાલ છે. અમરેલી જિલ્લામાં પ્રથમ ગુજસીટોક ફરીયાદના આરોપી અશોક બોરીચા પોલીસ ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હોય ત્યારે ગઇકાલે સાંજના સમયે જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયને બાતમી મળેલ કે આ અશોક બોરીચા સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે આવ્યો છે. અમરેલી લોકલ ક્રાઇમ બ્રાંચને આરોપીને ઝડપી લેવા સુચના આપતા અમરેલી એલ.સી.બી. સાવરકુંડલા રૂરલ પોલીસ સહિતનો સ્ટાફ લુવારા ગામે દોડી ગયો હતો. પરંતુ અનેક ગુન્હાને અંજામ આપનાર અશોક બોરીચા પોલીસથી બચવા માટે ભાગવા માટે તેને તેમના સાથીદાર દ્વારા પોલીસ ઉપર ફાયરીંગ કરવામાં આવ્યાનું જાણવા મળેલ છે. તો સામે પોલીસે પણ સ્વબચાવમાં આરોપીઓ સામે ફાયરીંગ કર્યાનું પણ જાણવા મળેલ છે. સામસામે ફાયરીંગની ઘટના બાદ આખરે આરોપી ઘેરો ઘાલી આરોપીને ઝડપી લેવામાં સફળ થયાનું પણ જાણવા મળેલ છે. અમરેલી જિલ્લા પોલીસ વડા ખુંખાર આરોપીની ઉંઘ હરામ કરી નાંખી હોય, અસામાજિક તત્વોમાં વ્યાપક ફફડાટ ફેલાયો છે.


Loading...
Advertisement