રાજુલાના બંધ મકાનના તાળા તોડી અડધા લાખના મુદ્દામાલની ચોરી

27 January 2021 01:00 PM
Amreli Crime
  • રાજુલાના બંધ મકાનના તાળા તોડી અડધા લાખના મુદ્દામાલની ચોરી

અમરેલી જિલ્લાના વેપારીઓનો ફુડ-ડ્રગનો બે લાખનો દંડ

અમરેલી, તા. 27
રાજુલાના છતડીયા રોડ ઉપર આવેલ આયર્ન એપાર્ટમેન્ટના રૂમ નં.-30પમાં રહેતા અને ખાનગીનોકરી કરતા કેતનભાઈ પ્રકાશભાઈ રાજયગુરૂ પોતાના પત્નિ સાથે શનિ-રવિવારની રજામાં મહુવા ગયા હતા ત્યારે કોઈ અજાણ્યા ચોર ઈસમે મકાનમાં નકુચા તોડી અંદર પ્રવેશ કરી તિજોરીના ખાનામાં રાખેલ સોના-ચાંદીના દાગીના કિંમત રૂા. પ0 હજારના ચોરી કરી લઈ ગયાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાઈ છે.
અમરેલી જિલ્લામાં અર્ધો ડઝન વેપારીઓને રૂપિયા ર લાખનો દંડઅમરેલી જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા થયેલી ચકાસણી દરમિયાન ખાદ્ય પદાર્થોમાં મળી આવેલી ભેળસેળ બદલ 6 કેસમાં અમરેલીના અલગ અલગ વિસ્તારના વેપારીઓને કુલ ર લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.


તાજેતરમાં થયેલી ચકાસણી દરમિયાનઅમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારના વેપારીઓ પાસેથી ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લઈ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ નમૂનાઓ પૈકી ચણાના પેકીંગ, કિસાન મસાલાના ઈડલી મિકસ પેકીંગ, બ્રેડ પકોડા પેકીંગ, પીંકલ મુરબ્બા પેકીંગ, રજવાડી ચેવડોના પેકીંગ અને મિકસ મિલ્કના નમૂનાઓ નાપાસ થતા સબ સ્ટાન્ડર્ડ/ મિસ બ્રાન્ડેડ જાહેર થતા કેસ દાખલ કરવામાં આવ્યા હતા. દાખલ કરાયેલા આ 6 કેસોમાં તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી વેપારીઓ પાસેથી રૂા. ર લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.


Related News

Loading...
Advertisement