બાબરાના કોટડાપીઠા ગામે કારની ઠોકરે બાઇક ચાલક ખેડુતનું મૃત્ય

27 January 2021 12:57 PM
Amreli
  • બાબરાના કોટડાપીઠા ગામે કારની ઠોકરે બાઇક ચાલક ખેડુતનું મૃત્ય

કાર પુરપાટ દોડતી હોય ખેડુત એક કિ.મી. ઢસડાયો : અરેરાટી

અમરેલી, તા. 27
બાબરા તાલુકાના કોટડાપીઠા પાસે કોટડાપીઠા ગામના ખેડૂત આધેડ જીવાભાઈ જસમતભાઈ ચોવટીયા આજે બપોરના પોતાની વાડીએથી બાઈક લઈને ઘેર આવતા હતા. ત્યારે પાછળ આવી રહેલ સેન્ટ્રો કાર ચાલકે બાઈક ચાલક ખેડૂત આધેડને હડફેટે લઈને મોટરની બોડી ઉપર નાખી એક કિલોમીટર સુધી લઈ જઈને કોટડાપીઠા ખોડિયાર મંદિરની ધાર પાસે પાછળ આવી રહેલ એક ઈકો કાર ચાલકે ધાર પાસે પોતાની કાર આડી નાખી ગામજનોના સહકારથી અટકાવી કાર ચાલકને પોલીસના હવાલે કરેલ. સેન્ટ્રો કારના ચાલક સરધારના ભાવેશભાઈ પટેલ હોવાનું અને નશામાં હોવાનું જાણવા મળેલ છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક ચાલક ખેડૂત આધેડને હડફેટે લઈને મોટરની બોડી ઉપર નાખી દીધેલ તસ્વીરમાં જોઈ શકાય છે. ખેડૂત આધેડ કોટડાપીઠાના જીવાભાઈ જસમતભાઈ ચોવટીયા (ઉ.વ.70)નું આ અકસ્માતમાં ગંભીર ઈજા થતા કરૂણ મોત થયું છે. કોટડાપીઠા આઉટ પોસ્ટના એએસઆઈ કટારા વધુ તપાસ ચલાવી રહ્યા છે.]


ઉંટવડ ગામ નજીક વાન પલટી જતાં પતિની નજર સામે પત્નિનું મૃત્યુ
રાજકોટ જીઆઈડીસીમાં હાર્ડવેરની દુકાન ધરાવતા શબ્બીરહુસેન કમરૂદીન લોટીયા તથા તેમના પત્નિ સલમાબેન આજે સવારે ભાવનગર લગ્નમાં ગયેલા ત્યાંથી રાજકોટ આવતા હતા ત્યારે બાબરા તાલુકાના ઉંટવડ ગામ નજીક પહોંચતા કાર ચાલક શબ્બીરહુસેને કોઈ કારણોસર પોતાની કાર નં. જી.જે. 3 સી.એ. 6174 ઉપરનો કાબુ ગુમાવી દેતા કાર રોડ સાઈડના ખાળીયામાં પલટી મારી જતા આ કારમાં બેઠેલ વૃઘ્ધ દંપતિને ઈજા થવા પામી હતી. જેમાં સલમાબેનનું ગંભીર ઈજાથી મૃત્યુ નિપજયું હતું.


હાડીડા ગામ પાસે છકડાએ બળદ ગાડાને હડફેટે લેતા ખેડૂતનું મોત
સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામે રહેતા ધીરૂભાઈ રામજીભાઈ સોંદરવાના પિતાજી ગઈકાલે સાંજે પોતાનું બળદગાડુ લઈ આવી રહયા હતા ત્યારે થ્રી વ્હીલ છકડો રીક્ષા નં. જી.જે. 14 યુ. પ4પ9ના ચાલકે બળદગાડાને હડફેટે લેતા બળદગાડુ રોડ સાઈડના ખાળીયામાં પડી જતા બળદગાડાના ચાલક રામજીભાઈને ગંભીર ઈજા થતાં એમ્બ્યુલન્સ 108માં દવાખાને ખસેડાતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.


નારાયણનગર રેલ્વે ફાટક પાસે બાઈક સ્લીપ થતાં ચાલકનું મૃત્યુ
લીલીયા તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા મગનભાઈ બાવચંદભાઈ વઘાસીયા નામના પ4 વર્ષીય આધેડ પોતાનું મોટર સાયકલ લઈ આંબરડી ગામે ગયા હતા અને ત્યાંથી પરત આવી રહ્યા હતા. ત્યારે લાઠી તાલુકાના નારાયણ નગર રેલ્વે ફાટક પાસે મોટર સાયકલ સ્લીપ થઈ જતાં પોતાને ગંભીર ઈજા થવાથી તેમનું મૃત્યુ નિપજયાનું દામનગર પોલીસમાં જાહેર થવા પામેલ છે.


Loading...
Advertisement