ખોડલધામ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી અંગે કાર્યક્રમ યોજાયો

27 January 2021 12:55 PM
Gondal
  • ખોડલધામ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી અંગે કાર્યક્રમ યોજાયો

વિરપુર, તા. 27
ખોડલધામ ખાતે 32મું રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ 2021 અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજકોટ પોલીસ દ્વારા લોકોને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં માર્ગ અકસ્માત થી કેમ બચી શકાય તેના વિશે માહિતી આપવામાં આવી હતી ઉપરાંત માર્ગ અકસ્માતોની અલગ અલગ તસવીરોનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં જેતપુર એએસપી સાગર બાગમાર દ્વારા રોડ સેફટી તેમજ માર્ગ અકસ્માત નિવારવા લોકોએ શુ કરવું જોઈએ તે વિશે લોકોને માહિતગાર કર્યા હતા.આ કાર્યક્રમમાં જેતપુરના એએસપી સાગર બાગમાર તેમજ વિરપુર પોલીસના પીએસઆઈ આર.એ.ભોજાણી તથા એ.આર.ટી.ઓ લાઠીયા તથા ખાચર સહિતના પોલીસ સ્ટાફ તેમજ સહકાર ટ્રસ્ટના પ્રમુખ તથા ખોડલધામના ટ્રસ્ટી ગોપાલભાઈ રૂપાપરા તેમજ ખોડલધામ કેમ્પસહેડ નિલેશભાઈ માથુકિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Loading...
Advertisement