ઉપલેટાના નિરાધાર વૃદ્ધને સારવાર માટે સુરત માનવ મંદિર આશ્રમ ખાતે મોકલાયા

27 January 2021 12:48 PM
Dhoraji
  • ઉપલેટાના નિરાધાર વૃદ્ધને સારવાર માટે સુરત માનવ મંદિર આશ્રમ ખાતે મોકલાયા

સેવા સાથી ગ્રુપના સદસ્યો દ્વારા સેવાકીય પ્રવૃતિઓ

(ભરત દોશી) ઉપલેટા, તા. 27
ઉપલેટા શહેરના નાગનાથ ચોક ખાતે આવેલી જૂની પોલીસ ચોકીમા ઘણા સમયથી રહેતા ગોરધનભાઈ ચાવડા નામના નિરાધાર અને વૃદ્ધ વ્યક્તિને ઘણા સમયથી ચાલવામા પણ તકલીફ પડતી હોય જેને આગળ પાછળ કોઈ વારસદાર કે માલ મિલકત ન હોવાથી એ અહીંની પોલીસ ચોકીમા ઘણા સમયથી રહેતા હતા. તેને અન્ય સેવાભાવી લોકો દ્વારા સુવા માટે ગાદલા તેમજ ઓઢવા માટે ધાબળાની વ્યવસ્થા કરી આપી હતી. પરંતુ ઘણા સમયથી ભારે અશક્તિ અને બીમારીના કારણે યોગ્ય સારવાર પણ ન થઈ શકતી હોવાના કારણે ઉપલેટા માનવસેવા સાથે ગ્રુપના સભ્યો દીપકભાઈ ચાવડા, મનીષભાઈ ચાવડા સહિતના સભ્યો દ્વારા ઉપલેટા પોલીસ સ્ટેશનમાંથી મંજૂરી લઈને રાજકોટ સેવા સાથી ગ્રુપનો કોન્ટેક કરતા આ નિરાધાર અને વૃદ્ધ એવા ગોરધનભાઈ ચાવડાને રાજકોટ સેવા સાથી ગ્રુપના સહયોગથી સુરત ખાતે આવેલ સેવા સંસ્થા માનવ મંદિર આશ્રમ ખાતે સારવાર લેવા અને રહેવા માટે મોકલવામા આવ્યા હતા.


આ માટે ઉપલેટાના નવનિયુક્ત ઇન્ચાર્જ પીઆઇ કે. કે. જાડેજા દ્વારા રૂબરૂ ગોરધનભાઈ ચાવડાને મળીને તેમની બાજુમા બેસીને કોઈપણ જાતના ભેદભાવ કે ઉચ્ચ નિચના ભેદભાવ વગર સામાન્ય વ્યક્તિની જેમ સાદાઈથી તેમની પાસેથી સંપૂર્ણ માહિતી મેળવી હતી તેમજ તેઓ સુરત માનવ સેવા આશ્રમ ખાતે જવા માગે છે કે નહી તેની પણ વિગત મેળવી હતી. ગોરધનભાઈ ચાવડાની ઈચ્છાથી એમને સુરત ખાતે મોકલવામા આવ્યા હતા. તેમજ ઉપલેટા સેવા સાથી ગ્રુપના સભ્યો તેમજ પીઆઇ કે. કે. જાડેજાની આ સેવાકિય સરાહનીય કામગીરીથી લોકો એમને અભિનંદન પાઠવી રહ્યા છે.


Loading...
Advertisement