વેરાવળના ‘આપ’નાં કાર્યકરો, હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા

27 January 2021 12:46 PM
Veraval
  • વેરાવળના ‘આપ’નાં કાર્યકરો, હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા

વેરાવળ, તા. 27
સોમનાથના ધારાસભ્યની કાર્યશીલ પધ્ધતિથી પ્રેરાઇને વેરાવળના ડો.ધોળકીયા તથા સામાજીક કાર્યકરો અને આમ આદમી પાર્ટી ના હોદેદારો, કાર્યકર્તાઑ કોંગ્રેસ પાર્ટીનો ખેસ ધારણ કરેલ છે.સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા દ્વારા નગરપાલિકા ચૂંટણીને લઇ મહત્વની મિટિંગનું આયોજન કરાયેલ જેમાં ડો.યોગેશભાઇ ધોળકીયા કોંગ્રેસની વિચારધારા સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કરી જોડાયેલ સાથો સાથ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઉમેશભાઇ લોઢીયા, મંત્રી મોહસીન ખાન પઠાણ સહીતની ટીમ, સામાજીક કાર્યકર ભગીરથસિંહ વાઘેલા, ઉર્વેશભાઇ ત્રીવેદી, ભાવનાબેન ગોંડલિયા, જ્યોતિબેન ગૌસ્વામી સહીતના પણ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. આ તકે ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા એ જણાવેલ કે, વેરાવળ-પાટણ શહેરને સ્વચ્છ અને વિકાસશીલ બનાવવા માટે ખાત્રી આપેલ અને આવનારા દિવસોમાં આગેવાનો અને યુવાનો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાય તેવું જણાવેલ હતું. આ બેઠકમાં તમામ સમાજના આગેવાનો, પટેલો, જીલ્લા તથા શહેર કોંગ્રેસના પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.


Loading...
Advertisement