રાજકોટ તા.27
જેતપુરનાં ભાદર નદીના કાંઠે માછીમારી કરીને જઇ રહેલા દેવીપુજક આધેડને ડમ્પરનાં ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ આધેડનું કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું. આ અંગે ઉપલેટા પોલીસ મથકમાં ડમ્પરનાં ચાલક વિરૂઘ્ધ ફરિયાદ નોંધી હતી. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ઉપલેટાના ભવાનીનગરમાં રહેતા પ્રવિણભાઇ જેઠાભાઇ મકવાણા (ઉ.વ.43) નામનો યુવાન ઉપલેટા પોલીસ મથકમાં જીજે 37 ટી 777પ નંબરનાં ડમ્પરનાં ચાલક વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા મોટાભાઇ રાજેશભાઇ જેઠાભાઇ મકવાણા ભાદર નદીમાંથી માછીમારી કરીને નીકળી નદીનો ઢાળ ચાલીને ચડતા હતા ત્યારે જીજે 37 ટી 7775 નંબરના ડમ્પરના ચાલકે પુરઝડપે આવી રાજેશભાઇને પછાડી દેતા માથામાં અને શરીરે ગંભીર ઇજા કરતા સારવારમાં ખસેડવામાં આવતાં તેમનું હોસ્પિટલમાં જ મોત નિપજયું હતું. આ અંગે ઉપલેટા પોલીસ મથકમાં ડમ્પરનાં ચાલક વિરૂઘ્ધ ફરિયાદ નોંધાઇ છે.