કોહલી ટીમનો કેપ્ટન છે અને રહેશે; અમારી વચ્ચે કશું નથી બદલાયું: રહાણે

27 January 2021 12:24 PM
Sports
  • કોહલી ટીમનો કેપ્ટન છે અને રહેશે; અમારી વચ્ચે કશું નથી બદલાયું: રહાણે

અમારા બન્નેનો તાલમેલ અત્યંત સારો: જ્યારે ક્રિઝ પર હોઈએ ત્યારે હરિફ બોલરો વિશે વાત કરીએ છીએ

નવીદિલ્હી, તા.27
ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીમાં ઐતિહાસિક જીતમાં પોતાની કેપ્ટનશીપથી સૌના દિલ જીતનારા અજિંક્ય રહાણેએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેની ટીમનો કેપ્ટન વિરાટ કોહલી છે અને જરૂર પડવા પર જ તે કેપ્ટનશીપ કરીને ખુશ છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં રહાણે ફરી વાઈસ કેપ્ટન હશે. રહાણેએ કહ્યું કે વિરાટ ટેસ્ટ ટીમનો કેપ્ટન હતો અને રહેશે. અમારી વચ્ચે કશું જ બદલાયું નથી.
રહાણેએ કહ્યું કે માત્ર કેપ્ટન બનવું જ મહત્ત્વપૂર્ણ નથી. કેપ્ટનની ભૂમિકા તમે કેવી રીતે ભજવો છો તે મહત્ત્વનું છે. અત્યાર સુધી હું સફળ રહ્યો છું અને આશા રાખું કે ભવિષ્યમાં પણ હું સારું પરિણામ આપી શકીશ. ભારતે રહાણેની આગેવાનીમાં પાંચમાંથી ચાર ટેસ્ટ જીત્યા છે. વિરાટ સાથેના સંબંધ અંગે રહાણેએ કહ્યું કે મારો અને વિરાટનો તાલમેલ હંમેશા સારો રહ્યો છે. તેણે સમયાંતરે મારી બેટિંગના વખાણ કર્યા છે. અમે ટીમ માટે ભારતમાં અને વિદેશમાં અનેક યાદગાર ઈનિંગ રમી છે. તે ચોથા નંબરે ઉતરે છે અને હું પાંચમા નંબરે એટલા માટે અમારી સારી એવી ભાગીદારીઓ પણ નોંધાઈ છે. અમે હંમેશા એકબીજાની રમતનું સન્માન કર્યું છે. અમે ક્રિઝ પર હોઈએ છીએ ત્યારે વિરોધી બોલરો વિશે વાત કરીએ છીએ. જ્યારે અમારા બન્નેમાંથી કોઈ એક ખરાબ શોટ રમે છે એટલે અમે એકબીજાને ચેતવી દઈએ છીએ.


Related News

Loading...
Advertisement