10 દિવસમાં કોરોના રસીકરણનો પ્રથમ તબકકો પૂર્ણ કરવાનો ટાર્ગેટ

27 January 2021 12:23 PM
Ahmedabad Gujarat
  • 10 દિવસમાં કોરોના રસીકરણનો પ્રથમ તબકકો પૂર્ણ કરવાનો ટાર્ગેટ

ગુજરાતને કોવિશિલ્ડ બાદ કોવેક્સિન રસીનો સ્ટોક મળ્યો : આવતા દિવસોમાં રસીકરણ કેન્દ્રો વધારવામાં આવશે

અમદાવાદ તા.27
કોરોના સામેની રસીકરણના ચાલતા દોર વચ્ચે રાજયના આરોગ્ય વિભાગે આવતા દસ દિવસમાં પ્રથમ તબકકો પૂર્ણ કરી લેવાનો ટારગેટ તૈયાર કર્યો છે. પ્રથમ તબકકામાં રાજયના 4.33 લાખ આરોગ્ય કર્મચારીઓને રસી આપવાની થાય છે તે 10 દિવસમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. અત્યાર સુધીમાં એકાદ લાખ કાર્યકરોનું રસીકરણ થયું છે જે ટારગેટના અંદાજીત 22 ટકા છે.


આરોગ્ય મંત્રાલયના એક સીનીયર અધિકારીએ કહ્યું કે રસી આપવા માટેના કેન્દ્રોની સંખ્યા વધારવામાં આવી રહી છે. ખાસ કરીને ખાનગી ક્ષેત્રમાં રસીકરણની ઝડપ વધારવામાં આવશે. દરરોજ 50000 કે તેથી વધુને રસી આપવાનો ટારગેટ તૈયાર કરવામાં આવ્યો છે.


રાજયના ઈમ્યુનાઈઝેશન અધિકારી ડો. નયન જાનીએ જણાવ્યું હતું કે તબકકાવાર નવા રસીકરણ કેન્દ્રો વધારવામાં આવી જ રહ્યા છે. ગત શનિવારે સૌથી વધુ 501 કેન્દ્રો પર રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. તમામ પંચાયતો તથા કોર્પોરેશનોને રસીકરણ કેન્દ્રો વધારવાની સૂચના આપવામાં આવી છે.


31મી જાન્યુઆરીથી પોલીયો રસીકરણ શરુ કરવાનું હોવાથી અમુક દિવસ કોરોના રસીકરણની કામગીરી અટકાવી પડે તેમ છે. દરમ્યાન ગુજરાતને કોરોના સામેની બીજી રસી કોવાકસીનનો સ્ટોક પણ મળ્યો છે. દોઢ લાખ ડોઝ ફાળવવામાં આવ્યા છે. આ પુર્વે કોવિશિલ્ડના 5.41 લાખ ડોઝ ફાળવવામાં આવ્યા હતા. અત્યાર સુધી કોવિશિલ્ડ રસીના ડોઝ જ આપવામાં આવ્યા છે. હવે કોવાકસીન રસી કયા અને કયારથી અપાવી તેનો નિર્ણય લેવામાં આવ્યો નથી. મોટાભાગે બીજા રાઉન્ડમાં કોવાકસીનનો ઉપયોગ શરુ કરવામાં આવશે.


ગુજરાતમાં ગત 23મીએ 31116 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું તે અત્યાર સુધીનું સર્વોચ્ચ હતું. આરોગ્ય કર્મચારીઓને વધુ માત્રામાં સાંકળી લેવાનો ટારગેટ નકકી કરવામાં આવ્યો છે. તબીબો તરફથી રસીકરણમાં કોઈ ખાસ ખચકાટ માલુમ પડયો નથી એટલે તેઓ પણ આરોગ્ય કર્મીઓને રસી લેવા માટે પ્રોત્સાહીત કરવા લાગ્યા છે. સૂત્રોએ કહ્યું કે મોટા શહેરો કરતા જીલ્લા- ગ્રામ્ય સ્તરે રસી લેનારાઓની સંખ્યા વધુ છે.


Related News

Loading...
Advertisement