ગીર-સોમનાથ જિલ્લામાં રાષ્ટ્રીય મતદાર દિવસની થઇ સાદાઇથી ઉજવણી

27 January 2021 12:19 PM
Veraval
  • ગીર-સોમનાથ જિલ્લામાં રાષ્ટ્રીય  મતદાર દિવસની થઇ સાદાઇથી ઉજવણી

કલેકટર દ્વારા ચૂંટણીમાં વધુ મતદાન કરવાની અપીલ

પ્રભાસ પાટણ તા.27
તા.25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિતે રાજ્યભરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીનગર ખાતેથી વિડિયો કોન્ફોરન્સના માધ્યમથી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, વિશ્ર્વના દેશોની સરખામણીમાં ભારતની લોકશાહી વિશેષ રહી છે. દેશનો મતદાર જાગૃત છે.ઈણાજ ખાતે જિલ્લકક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કલેકટરશ્રી અજયપ્રકાશે જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાના તમામ મતદારોએ તમામ ચૂંટણીમાં મતદાન અવશ્ય કરવું જોઈએ.

અને મતદારયાદીમાં નવા ઉમેરાયેલા નવ યુવાન મતદારોને શુભકામના પાઠવી હતી. સોમનાથ સંસ્કૂત યુનિ.ના કુલપતિશ્રી ગોપબંધુ મિશ્રાએ રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભેચ્છા પાઠવી જણાવ્યું કહ્યું હતું કે દેશની મજબુત લોકશાહિના નિર્માણમાં મતદારોનો મહત્વનો ફાળો હોય છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રજાપતિએ સ્વાગત પ્રવચન કરી એપીક અંગે માર્ગદર્શન આપ્યું હતું. રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિતે દરેક મામલતદાર કચેરી ખાતે એનવીડી રંગોળી બનાવવામાં આવી હતી. આ રંગોળી બનાવવામાં સહભાગી થનાર હિરણસિંહ ગોહિલ, શ્રીમતી મંજુબેન સિંધ, સુજાતા સિંધ, જયશ્રીબેન જોષી, નીલમબેન રામ અને પુજાબેન પાલેજા તથા નવા મતદારોને જાગૃત કરવા બદલ ચોકસી કોલેજના વિધાર્થી શૈલેષ ભારાવાળાને મહાનુભાવોએ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ એ મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. આ તકે પુરવઠા અધિકારીશ્રી સુશીલ પરમાર, નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ.પરમાર, સિસ્ટમ સુપરવાઇઝર મનન ઠુંમર, શ્રી પુરાણી સહિત યુવા મતદાર સહભાગી થયા હતા.


Loading...
Advertisement