ઉપલેટાના નિલાખા ગામે સાસરીયાના ત્રાસથી આહિર પરીણિતાનો આપઘાત

27 January 2021 12:05 PM
Dhoraji
  • ઉપલેટાના નિલાખા ગામે સાસરીયાના ત્રાસથી આહિર પરીણિતાનો આપઘાત

કુવામાં ઝંપલાવી અંતીમ પગલુ ભરી લીધુ : દેવરની ધરપકડ

ઉપલેટા તા. 27 : ઉપલેટા તાલુકાના નીલાખા ગામ રહેતી આહીર પરીણીતા સરોજબેન સુધીરભાઇ જળુ (ઉ.વ. 40) એ પોતાના સાસરીયાના ત્રાસથી નીલાખા ગામે કુવામાં પડીને આપઘાત કરતા આ બનાવ ચર્ચાનો વીષય બનેલ છે.દરમ્યાન મરનાર સરોજબેનના ભાઇ સંજયભાઇ વીરાભાઇ વીરડાએ ઉપલેટા પોલીસમાં મરનારના સસરા નારણ દેસુર જલુ-સાસુ વજીબેન નારણભાઇ જલુ, દેર સુમીત નારણ જલુ, નણંદ બાળાબેન પ્રવીણ વીરડા અને મામાજી સસરા નટુ ઉર્ફે કાળા હમીર હુંબલ સામે ફરીયાદ નોંધાવી. ઉપરોકત પાંચ સાસરીયાઓએ પોતાની બેનને માર મારી માનસીક શારીરીક ત્રાસ આપી અવાર નવાર ચીજ વસ્તુઓ માંગતા હોવાનું અને આ ત્રાસથી પોતાની બહેને કુવામાં પડીને આપઘાત કર્યો હોવાનું જણાવતા પોલીસે મરનાર સરોજબેનના દેર સુમીત નારણ જલુની ધરપકડ કરેલ છે. બાકીની તપાસ ચાલુ છે.દરમ્યાન મરનાર સરોજબેનના ભાઇ સંજયભાઇ વીરડા એ પત્રકારોને જણાવેલ હતુ કે મારી બહેને કુવામા પડીને આપઘાત કર્યો હોવાની જાણ તેઓના સાસરીયાને હોવા છતા તેઓએ અમોને જાણ કરેલ નહોતી. પાડોશીઓએ અમને ફોન કરીને બનાવની અમોને જાણ કરી ત્યારે અમને ખબર પડી હતી.


Loading...
Advertisement